Gujarati VIDEO : ખેડૂતો પર માવઠાનો માર યથાવત ! આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો વરતારો

|

Mar 22, 2023 | 8:22 AM

સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. કચ્છ, પોરબંદર અને દ્વારકામાં વરસાદ થવાની શક્યતા છે.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. કચ્છ, પોરબંદર અને દ્વારકામાં વરસાદ થવાની શક્યતા છે. જામનગર, રાજકોટ, બનાસકાઠા,સાબરકાંઠામાં પણ માવઠુ પડી શકે છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત અને ડાંગમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો

તો આ તરફ અમરેલીજિલ્લાના રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભારે કમોસમી વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં રાજુલના વાવેરા, વણોટ, ઘાડલા સહિતના ઉપરવાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં ભારે વરસાદને કારણે ઘાણો નદીમાં પૂર આવ્યું છે.તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ છે.

જેને લઇ ધરતીપુત્રો ચિંતિત બન્યાં છે. આ તરફ અમરેલી જિલ્લાના બગસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો.. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોને તૈયાર પાકને નુકસાન જવાની ભીતિ છે.સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

Next Video