Banaskantha : બનાસકાંઠાનો વધુ એક બ્રિજ જર્જરિત ! મેરવાડાનો બ્રિજ ભારે વાહનો માટે બંધ,જુઓ Video
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર અને તંત્ર એલર્ટ મોડમાં છે. રાજ્યના તમામ બ્રિજની ચકાસણી કરાઇ રહી છે. જેમાંથી કેટલાક બ્રિજ સંપૂર્ણ બંધ અને કેટલાક બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયા છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર અને તંત્ર એલર્ટ મોડમાં છે. રાજ્યના તમામ બ્રિજની ચકાસણી કરાઇ રહી છે. જેમાંથી કેટલાક બ્રિજ સંપૂર્ણ બંધ અને કેટલાક બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયા છે. તેવામાં સાબરકાંઠાના ઇકબાલગઢ બાદ પાલનપુર-અંબાજીને જોડતો મેરવાડાનો બ્રિજ પણ ભારે વાહનો માટે બંધ કરાયો છે.
મહત્વનું છે કે આગામી 1 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહાકુંભ યોજાશે. તેવામાં લાખોની સંખ્યામાં ભક્તો અંબાજી જવા માટે આ બ્રિજનો ઉપયોગ કરશે. ત્યારે, કોઇ દુર્ઘટના ના સર્જાય તે માટે અગમચેતી રાખવામાં આવી છે. ઉપરાંત, તંત્ર દ્વારા બ્રિજ પાસે પાકો ડાયવર્ઝન પણ તૈયાર કરી વ્યવસ્થા કરાશે.
બનાસકાંઠાનો વધુ એક બ્રિજ જર્જરિત !
ઉલ્લેખનીય છે કે તંત્રએ બનાસકાંઠાના 149 બ્રિજની તપાસ કરી હતી. જે પૈકી ઇકબાલગઢ અને મેરવાડાના બ્રિજ જર્જરિત હોવાનું સામે આવ્યું. હાલ પોલીસ બેરિકેડ મૂકીને મોટા વાહનો પ્રવેશ ના કરે તેની તકેદારી રાખી રહી છે. જેના કારણે હવે, ભારે વાહન ચાલકોને 13 કિલોમીટર વધુ અંતર કાપવો પડશે. આપને એ પણ જણાવી દઇએ, કે સરકાર દ્વારા અહીં 4 લેન બ્રિજ બનાવવા જાહેરાત કરાઇ હતી. જેના મહિના વીત્યા છતાં કામગીરી ના થઇ. જોકે હવે ગંભીરા દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
