Mehsana Video : આજથી ઊંઝા APMCમાં વેપારીઓની હડતાળ, દુકાનો વેચાણથી આપવા મુદ્દે સર્જાયો છે વિવાદ
આજથી ઊંઝા માર્કેટયાર્ડ અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે. 2017-18માં સંચાલક મંડળે ઠરાવ કરી દુકાનો વેચાણ તરીકે આપી હતી. ભાડા પટ્ટાથી આપવાની 133 દુકાનો વેચાણ તરીકે અપાઈ હતી. જેના વિવાદને લઇને હડતાળ રાખવામાં આવી છે.
Mehsana : મહેસાણાનાં ઊંઝા APMCમાં (Unjha APMC) વેપારીઓએ હડતાળની (strike) જાહેરાત કરી છે. ઊંઝા APMCમાં દુકાનો વેચાણથી આપવા મુદ્દે વિવાદ સર્જાયો છે. જેને લઈને આજથી માર્કેટયાર્ડ અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવા નિર્ણય કરાયો. 2017-18માં સંચાલક મંડળે ઠરાવ કરી દુકાનો વેચાણ તરીકે આપી હતી. ભાડા પટ્ટાથી આપવાની 133 દુકાનો વેચાણ તરીકે અપાઈ હતી. જ્યારે નિયમ મુજબ દુકાન કે પ્લોટ ભાડા પટ્ટા પર જ આપી શકાય. આ મુદ્દે ઉનાવા APMC ડિરેક્ટર હરેશ પટેલે રજૂઆત કરી છે. તત્કાલિન સેક્રેટરી વિષ્ણુ પટેલને 27 જુલાઈએ હાજર રહેવા નોટિસ અપાઈ છે. તો 2017-18ના મેનેજમેન્ટ બોર્ડના સભ્યોને પણ હાજર રહેવા નોટિસ અપાઈ છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jul 26, 2023 09:54 AM