મહેસાણામાં વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડર પાસ પાણીમાં ગરકાવ- જુઓ Video

મહેસાણામાં વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડર પાસ પાણીમાં ગરકાવ- જુઓ Video

| Edited By: | Updated on: Sep 08, 2026 | 7:44 PM

મહેસાણામાં બહુચરાજીથી ફીચડી રોડ પરનો રેલવે અંડરપાસ પાણીથી ભરાયેલો છે. વરસાદ બંધ થયાને એક મહિનો વીતવા છતા રેલવે અંડરપાસ બંધ છે. આ અંડરપાસમાંથી હજુ સુધી પાણીનો નિકાલ કરાતા લોકો પારાવાર હાલાકી સહન કરી રહ્યા છે.tt

મહેસાણામાં છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લીધો છે પરંતુ તંત્ર હજુ કુંભકર્ણની નીંદ્રામાં પોઢી રહ્યુ છે. બહુચરાજીથી ફીચડી રોડ પરનો રેલવે અંડરપાસ પાણીથી ભરાયેલો છે. એક મહિનાથી વરસાદે વિરામ લીધો છે પરંતુ રેલવે અંડર પાસ હજુ પણ પાણીમાં ગરકાવ છે. આંધળા બહેરા તંત્ર દ્વારા હજુ સુધી અંડરપાસમાંથી પાણીનો નિકાલ નથી કરાયો. જેના પાપે લોકો પારવાર હાલાકી વેઠી રહ્યા છે. જળબંબાકારની સ્થિતિને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો છે.

બેદરકારીની હદ એ છે કે હજુ સુધી તંત્ર દ્વારા પાણીના નિકાલનીી કોઈ જ કામગીરી કરવામાં આવી રહી નથી. ત્યારે રેલવે તંત્ર વહેલીતકે પાણીને નિકાલ કરે તેવી માગ ઉઠી રહી છે. હાલ તો રેલવે તંત્ર અને નગરાપાલિકાના તંત્ર વચ્ચે શહેરીજનો પીસાઈ રહ્યા છે.

રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે યોજાયુ મતદાન, કૂલ 21 પૈકી 20 મતદારોએ કર્યુ મતદાન

 

Follow Us
Loading...
Unable to load recommendations.