Mehsana : બિન-સચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈ એસટી વિભાગ વધારાની બસો દોડાવશે

|

Apr 23, 2022 | 8:24 PM

મહેસાણા(Mehsana) જિલ્લાના 61 હજાર ઉમેદવારો સાબરકાંઠા અને અરવલ્લીમાં પરીક્ષા આપવા જશે. આ વિદ્યાર્થીઓ માટે એસટી વિભાગે ગ્રૂપ બુકિંગ અને રૂટની જાણકારી આપવાની વ્યવસ્થા કરી છે. જો એક કેન્દ્ર પર 50 ઉમેદવારોનું ગ્રૂપ બને તો પરીક્ષા કેન્દ્ર સુધી બસ મુકવા જશે.

ગુજરાતમાં( Gujarat) રવિવારે યોજાનારી ગૌણ સેવા પસંદગી મંડળની(GSSSB) બિન સચિવાલય ક્લાર્કની (Binsachivalay Clerk) પરીક્ષાને લઈ મહેસાણા(Mehsana)  એસટી વિભાગે ખાસ આયોજન ગોઠવ્યું છે. જેમાં મહેસાણા જિલ્લાના 61 હજાર ઉમેદવારો સાબરકાંઠા અને અરવલ્લીમાં પરીક્ષા આપવા જશે. આ વિદ્યાર્થીઓ માટે એસટી વિભાગે ગ્રૂપ બુકિંગ અને રૂટની જાણકારી આપવાની વ્યવસ્થા કરી છે. જો એક કેન્દ્ર પર 50 ઉમેદવારોનું ગ્રૂપ બને તો પરીક્ષા કેન્દ્ર સુધી બસ મુકવા જશે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને નજીકના ડેપો સુધી મુકવામાં આવશે. આ ખાસ સુવિધા માટે ઉમદેવારો પાસે 25 ટકા વધુ ભાડુ લેવામાં આવશે.

ગુજરાત  ગૌણ સેવા પસંદગી મંડળની બિન સચિવાલય ક્લાર્ક  અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની 3900 જગ્યા માટે રવિવારે પરીક્ષા  યોજાશે. જેમાં અંદાજે 10.45 લાખ ઉમેદવાર બેસશે. આ પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. દરેક પરીક્ષા કેન્દ્રના મુખ્ય દ્વાર પર જ ઉમેદવારોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર પરીક્ષા દરમિયાન મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ડિવાઈસ સાથે પકડાશે તો ફોજદારી ગુનો દાખલ કરાશે. આ ઉપરાંત પેપરોના ટ્રેકિંગ માટે એક ખાસ એપ પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તૈયાર કરી છે.

ગીર-સોમનાથ જિલ્લામાં ગેરરીતિને લઈ એકપણ પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યું નથી. આ ઉપરાંત જ્યાં અગાઉ સામૂહિક ચોરીની ફરિયાદ મળતી હતી ત્યાંના વિદ્યાર્થીઓને અન્ય જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવાયા છે. તો ભાવનગર, મહેસાણા જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

આ પણ વાંચો :  Ahmedabad : 7 વર્ષનું બાળક 14 ચુંબકીય મણકા ગળી ગયું, તબીબોએ ભારે જહેમત બાદ બાળકને મોતના મુખમાંથી ઉગાર્યો

આ પણ વાંચો : દાહોદ : સાસુના ત્રાસથી પરિણીતાએ પુત્ર સાથે અગ્નિસ્નાન કર્યું, પરિણીતાનું સારવાર દરમ્યાન મોત, પુત્ર સારવાર હેઠળ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 8:22 pm, Sat, 23 April 22

Next Video