Mehsana: પાકિસ્તાની નાગરિકોના ચૂંટણીકાર્ડ કઢાવવાનો મુદ્દો, SOG પોલીસ દ્વારા એ ડીવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

|

Jul 07, 2022 | 10:32 AM

મહેસાણાના લાખવડ ગામે રહેતા કેટલાક પાકિસ્તાની નાગરિકોના ચૂંટણીકાર્ડ કઢાવવાના મુદ્દે 6 નાગરિકો સામે જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે.

Mehsana: મહેસાણાના લાખવડ ગામે રહેતા કેટલાક પાકિસ્તાની નાગરિકોના ચૂંટણીકાર્ડ કઢાવવાના મુદ્દે 6 નાગરિકો સામે જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. SOG પોલીસ દ્વારા એ ડીવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભારતના નાગરિક ન હોવા છતાં ચૂંટણીકાર્ડ કાઢી આપનારા કર્મચારી, લોકો કે એજન્ટની તપાસ શરૂ કરાઈ છે. આ પાકિસ્તાની નાગરિકોએ ફોર્મ નંબર 6 ભરીને 14 જુલાઈ 2021એ ચૂંટણીકાર્ડ બનાવી લીધું હતું. પાકિસ્તાનથી ભારત આવેલા કેટલાક હિંદુ પરિવારો પાછલા સાત-આઠ વર્ષથી મહેસાણા આસપાસના ગામમાં વસવાટ કરી રહ્યાં છે.

વંદે ગુજરાત વિકાસ યાત્રાને કડી તાલુકાના થોળ અને મીઠા ગામના ગ્રામજનોએ આવકારી

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રાનો વિકાસ રથ ફરતાં ફરતાં કડી તાલુકાના થોળ મુકામે પહોંચ્યો હતો, જ્યાં ગ્રામજનોએ “વિકાસરથ”નું સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરી રથને આવકાર્યો હતો. કડી તાલુકાના થોળ ગામ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમારની અધ્યક્ષતામાં “20  વર્ષ વિશ્વાસના, 20  વર્ષ વિકાસના” અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમારે જણાવ્યું હતું કે, ભારત એક પ્રજાસત્તાક સંસદીય લોકશાહી ધરાવતું રાષ્ટ્ર હોવાથી અહીં વિકાસના કેન્દ્રમાં પ્રજા સર્વોપરી હોય છે. સરકારની અનેક યોજનાઓ થકી આજે દેશની અંદર બદલાવ આવ્યો છે, ઉપરાંત વહીવટી કાર્યોની ઝડપ વધી છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત “વંદે વિકાસયાત્રા”ને સમગ્ર ગુજરાતમાં ભવ્ય લોક પ્રતિસાદ મળી રહ્યો છે.

Next Video