રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટનામાં મહિલા પોલીસકર્મીનું મોત થયુ છે. ઊંઝા-મહેસાણા હાઇવે પર અકસ્માતની દુર્ઘટના બની હતી. જો સંપૂર્ણ ઘટનાની વાત કરીએ તો 2 દિવસ અગાઉ મોટીદાઉમાં 2 પોલીસકર્મીને અકસ્માત નડ્યો હતો.
ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી મહેસાણા પરત ફરતા સમયે પોલીસકર્મીઓને અકસ્માત થયો હતો. અજાણ્યા વાહનચાલકે બાઈકસવાર પોલીસકર્મીઓને ટક્કર મારી હતી. વિપુલ ચૌધરી, મનીષા મકવાણા નામના પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી મહિલા પોલીસકર્મીને હેમરેજ થતાં સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે સારવાર દરમિયાન મહિલા પોલીસકર્મીનું મોત નીપજ્યું હતુ.
બીજી તરફ જામનગર-રાજકોટ હાઇવે પર પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોનો મોત થયા છે. જાયવા ગામ નજીક મોપેડ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દંપતી અને પુત્રીનું ઘટનાસ્થળે મોત થયુ છે.