Mehsana: મહેસાણામાં ભૂગર્ભ ગટરનુ કામ કરતી એજન્સી 50 લાખની મોટર ઉઠાવી ગઈ, FIR નોંધવા પાલિકા રાહ જોશે!
મહેસાણા પાલિકાની 50 લાખ રુપિયાની કિંમતની મોટર ભૂગર્ભ ગટર માટેનો કામ કરતી એક એજન્સી ઉઠાવી ગઈ છે. પાલિકાએ મોટર જતી રહી ત્યાં સુધી તો કોઈ ધ્યાન રાખ્યુ નહીં પરંતુ હવે મોટરની ઉઘરાણી કરતી નોટીસ નિકાળી છે. મહેસાણા સિટી-2 માં ભૂગર્ભ ગટરની કામગીરી કરતી દરબાર વેસ્ટ એજન્સીને નગરપાલિકાએ નોટિસ ફટકારી છે. ત્રણ દિવસમાં જ પાલિકાની મોટર પરત કરવા માટે નોટિસ આપવામાં આવી છે.
મહેસાણા પાલિકાની 50 લાખ રુપિયાની કિંમતની મોટર ભૂગર્ભ ગટર માટેનો કામ કરતી એક એજન્સી ઉઠાવી ગઈ છે. પાલિકાએ મોટર જતી રહી ત્યાં સુધી તો કોઈ ધ્યાન રાખ્યુ નહીં પરંતુ હવે મોટરની ઉઘરાણી કરતી નોટીસ નિકાળી છે. મહેસાણા સિટી-2 માં ભૂગર્ભ ગટરની કામગીરી કરતી દરબાર વેસ્ટ એજન્સીને નગરપાલિકાએ નોટિસ ફટકારી છે. ત્રણ દિવસમાં જ પાલિકાની મોટર પરત કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જો ત્રણ દિવસમાં મોટર પરત નહીં કરવામાં આવે તો FIR દાખલ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરને સ્વચ્છ બનાવવા અભિયાન, 5000 ડસ્બીન વેપારીઓને વિતરણ કરાયા, જુઓ Video
મહેસાણા-2માં ભૂગર્ભ ગટરના નવ જેટલા પમ્પિંગ સ્ટેશનો આવેલા છે. ભૂગર્ભ ગટરનું સંચાલન તથા નિભાવણીની વાર્ષિક રૂ.એક કરોડના કોન્ટ્રાક્ટની કામગીરી દરબાર વેસ્ટ કોર્પોરેશનને અપાઇ હતી. પરંતુ નગરપાલિકાની ટેન્ડરની શરતો મુજબ કામગીરી નહીં કરતાં અન્ય એજન્સીને દરબાર વેસ્ટ કોર્પોરેશનના ખર્ચે અને જોખમે કામગીરી સોંપાઇ હતી. જેથી નવી એજન્સી સાથે પાલિકાની ટીમે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા 25 મોટર ગાયબ થઇ હોવાનું જાણવા મળ્યું છે. દરબાર વેસ્ટે 50 લાખની 25 મોટરો ગાયબ કરી દીધી હોવાનો આરોપ છે.