ગુજરાતમાં IELTS ના પેપરના ચોરીની પ્રથમ ઘટના, મહેસાણામાં કુરિયરની ઓફિસમાંથી ચોરી

|

Feb 11, 2022 | 9:41 PM

મહેસાણામાં જ્યાં IELTS ના પેપરોની લૂંટનો બનાવ બન્યો છે. કોઈ વિચારી નહિ શકે તેવો આ કિસ્સો છે.મહેસાણા શહેરમાં કુરિયરની ઓફિસમા કર્મચારીઓ સાથે મારામારી કરીને અને તોડફોડ કર્યા બાદ IELTS ના પેપરોની ચોરી કરવામા આવી છે.

ગુજરાતમાં(Gujarat)  અત્યાર સુધી માલ-સામાન, સોના-ઝવેરાતની લૂંટના કિસ્સા સામે આવતા હતા.પરંતુ હવે પરીક્ષાના પેપરોની પણ લૂંટ થવા લાગી છે એ પણ વિદેશ જવાની પરીક્ષાના પેપરોની ચોરી થવા લાગી છે ઘટના બની છે મહેસાણામાં(Mehsana)  જ્યાં IELTS ના પેપરોની લૂંટનો બનાવ બન્યો છે. કોઈ વિચારી નહિ શકે તેવો આ કિસ્સો છે.મહેસાણા શહેરમાં કુરિયરની ઓફિસમા કર્મચારીઓ સાથે મારામારી કરીને અને તોડફોડ કર્યા બાદ IELTS ના પેપરોની ચોરી કરવામા આવી છે. આ લૂંટારૂઓએ પેપરની ત્રણ બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. અને સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે

મહત્વનું છે કે મહેસાણા શહેરમાં બ્લૂ ડાર્ટ કુરિયર નામની ઓફિસમાં રાત્રે 9 વાગ્યે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા એ દરમિયાન એક સફેદ સ્કોર્પિયોમાં ચાર જેટલા શખ્સો ઓફિસ આગળ આવી ઊભા રહ્યા હતા. આ ગાડીમાંથી ત્રણ શખ્સો ધોકા અને લોખંડનો રોડ લઈને સીધા ઓફિસમાં ઘૂસી કર્મચારીઓ પર હુમલો કર્યો હતો, જેમાં ઓફિસમાં મૂકેલા કોમ્પ્યુટર, ટીવી સહિતની ચીજવસ્તુઓમાં તોડફોડ કરી હતી. બાદમાં બે શખ્સે ઓફિસમાં જ્યાં કુરિયર મૂકવામાં આવે છે ત્યાં જઈને IELTSનાં 3 પેપર બેગ ઉઠાવી ઓફિસમાંથી બહાર નીકળ્યા હતા. એ દરમિયાન કર્મચારીઓએ તેમને રોકવાનો પ્રયાસ કરતાં તેમને માર મારી ઘાયલ કર્યા હતા.

આ પણ વાંચો : મન હોય માળવે જવાય, સરકારી શાળામાં અભ્યાસ કરી પ્રથમ પ્રયાસમાં જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનતી રાજકોટની જહાન્વી રાજપોપટ

આ પણ વાંચો : Ahmedabad મુંબઈ તેજસ એક્સપ્રેસ અઠવાડિયામાં હવે પાંચ દિવસ દોડશે

Next Video