Mehsana: હથોડાના 17 ઘા ઝીંકી યુવતીની હત્યા કરનારા આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, જુઓ Video

| Edited By: | Updated on: Oct 23, 2023 | 8:21 PM

મહેસાણામાં બે વર્ષ અગાઉ યુવતીની હત્યા કરનારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ચકચારી હત્યા કેસમાં પોલીસે તપાસ દરમિયાન ગણતરીના કલાકોમાં જ આરોપીને જેલના હવાલે કર્યો હતો. આ દરમિયાન 80 જેટલા પુરાવાઓ એકઠા કરીને કોર્ટમાં રજૂ કરી આરોપીને કડક સજા થાય એ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ સાબલવાડનો યુવાન ખેડૂત ઘરમાંજ ઢળી પડતા મોત, હાર્ટએટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો

અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. જેને લઈ તપાસ કરતા હત્યારો મૃતક યુવતીની માતાના પ્રેમી હોવાનુ ખૂલ્યુ હતુ. પોલીસે આરોપી યુવકને ઝડપી લઈને તપાસ શરુ કરી હતી. જેમાં આરોપીએ યુવતીની હત્યા હથોડાના 17 જેટલા ઘા મારીને કરી હતી. હત્યા બાદ પેટ્રોલ છાંટીને યુવતીની લાશને સળગાવી દેવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ લાશ અર્ધ બળેલી રહી હતી. પ્રેમિકાની પુત્રીનો ખર્ચ ના વેઠવો પડે એ માટે થઈને આરોપી પ્રેમિ પરેશ જોશીએ તેની હત્યા કરવાની યોજના ઘડી હતી. મહેસાણા સેસન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો