મહેસાણા : સત્તા પરિવર્તન બાદ દૂધસાગર ડેરી ખાતે પ્રથમ સંકલન સમિતિની બેઠક યોજાઇ, છેલ્લા એક વર્ષના કામની સમીક્ષા કરાઇ

| Edited By: | Updated on: Jan 16, 2022 | 6:55 PM

પશુપાલકોના કામોને લઇને બેઠકમાં ચેરમેન અશોક ચૌધરી દ્વારા ચર્ચા કરવામાં આવી. સાથે જ એક વર્ષમાં ડેરી દ્વારા કરવામાં આવેલા કામોની સમીક્ષા કરવામાં આવી. જેમાં દૂધસાગર ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત પાંચ જાન્યુઆરીએ એક જ દિવસમાં 24.95 લાખ લીટર દૂધની સૌથી વધુ આવક નોંધાઈ છે.

મહેસાણા (Mehsana)દૂધસાગર ડેરીમાં સત્તા પરિવર્તનના એક વર્ષ બાદ દૂધસાગર ડેરી (Dudhsagar Dairy)હોલ ખાતે સંકલન સમિતિની બેઠક (Coordinating committee meeting)યોજાઇ. પશુપાલકોના કામોને લઇને બેઠકમાં ચેરમેન અશોક ચૌધરી દ્વારા ચર્ચા કરવામાં આવી. સાથે જ એક વર્ષમાં ડેરી દ્વારા કરવામાં આવેલા કામોની સમીક્ષા કરવામાં આવી. જેમાં દૂધસાગર ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત પાંચ જાન્યુઆરીએ એક જ દિવસમાં 24.95 લાખ લીટર દૂધની સૌથી વધુ આવક નોંધાઈ છે. મેન પાવર એજન્સીના 408 વધારાના માણસોને દૂર કરીને ડેરીને કરોડોનો ફાયદો કરી આપ્યો છે. પશુપાલકોને પ્રોત્સાહિત કરવા 6 અને 6.5 ટકાના દરે પશુ ખરીદી લોન માટે રૂ.100 કરોડ ફાળવવામાં આવ્યા છે. રૂ.208 કરોડની દૂધસાગર ડેરીની લોનમાં ઘટાડો થયો છે. આ સાથે દૂધસાગર ડેરીએ ભેળસેળ અટકાવવા માટે પ્રથમ તબક્કામાં 500 જેટલી દૂધ મંડળીઓમાં દૂધ ભેળસેળ ચકાસણી મશીનો મુકવાનો નિર્ણય કર્યો છે.

ઉંઝા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પહેલા ભાજપમાં બબાલ

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જાહેર થાય એ પહેલાં જ ભાજપના બે જૂથ આમને સામને આવી ગયા છે. ઊંઝા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની કુલ 28 મંડળીઓ બોગસ હોવાનો આરોપ લગાવાયો છે.. ભાજપના જ એક જૂથે આ અંગે રજૂઆતો કરી છે.ઊંઝા તાલુકા ભાજપના બે જૂથ તાલુકા સહકારી ખરીદ વેચાણ કબ્જે કરવા સામસામે આવી ગયા છે. જૂની ચાલી આવતી મંડળીઓ બોગસ અને ઠેલા મંડળીઓ હોવાની રજૂઆતના પગલે મતદાર યાદી જાહેર થઈ શકી નથી. અને તેના કારણે ચૂંટણી પણ જાહેર થઈ નથી. પરંતુ ચૂંટણી પહેલા જ મતદાર યાદીના ખુલ્લેઆમ વિરોધથી ગરમાવો આવી ગયો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં મહત્વના મંદિરોને લાગ્યું કોરોનાનું ગ્રહણ, દ્વારકામાં ધ્વજા રોહણમાં નિયમોનો ભંગ

આ પણ વાંચો : ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની જાહેરાતને લઇને ઉભો થયો આ વિવાદ