Mehsana : મહેસાણામાં તોલમાપ વિભાગની તવાઈ, કુલ 4 વેપારીઓને 1.11 લાખનો દંડ ફટકાર્યો, જુઓ Video

| Edited By: | Updated on: Jan 13, 2023 | 9:53 AM

તોલમાપ વિભાગની તપાસમાં અરિહંત સિઝન સેન્ટરમા વેચાતી બરેલી દોરીની 900 મીટર ફિરકીમાં માત્ર 254 મીટર જ દોરી નીકળી હતી. છતા પણ વેપારી ગ્રાહક પાસેથી 900 મીટર ફિરકીના પૂરા પૈસા વસુલ કરતા હતા અને ફિરકીમાંથી 646 મીટર દોરી ઓછી નીકળી હતી.

મહેસાણાના દોરી – પતંગ બજારમાં તોલમાપ વિભાગના દરોડા પાડવામા આવ્યાં હતાં. જેમા શહેરના સૌથી મોટા દોરી વેચનારા અરિહંત સિઝન સેન્ટર ઉપર તોલમાપ વિભાગની રેડ પાડવામાં આવી હતી. જેમા ચોકાવનારી બાબતો સામે આવી હતી. તોલમાપ વિભાગની તપાસમાં અરિહંત સિઝન સેન્ટરમા વેચાતી બરેલી દોરીની 900 મીટર ફિરકીમાં માત્ર 254 મીટર જ દોરી નીકળી હતી. છતા પણ વેપારી ગ્રાહક પાસેથી 900 મીટર ફિરકીના પૂરા પૈસા વસુલ કરતા હતા અને ફિરકીમાંથી 646 મીટર દોરી ઓછી નીકળી હતી. તેમજ દુકાનમાં વેચાતી અન્ય શિવમ સુરતી માંજા ઘર નડિયાદની દોરી ફિરકીમાં પણ એમઆરપી કે અન્ય વિગત છાપેલી જોવા ન મળતા તોલમાપ વિભાગે અરિહંત સિઝન સેન્ટરને 90000 દંડ ફટકાર્યો હતો.

આ પણ વાંચો : Video: મહેસાણા જિલ્લામાં શિયાળુ પાકનું મબલખ વાવેતર, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 12 હજાર હેક્ટર વાવેતર વધ્યુ

 

તેમજ રોડ ઉપર પાટીદાર પતંગ ઘર, નવકાર પતંગ ભંડાર, ચામુંડા પતંગ ભંડારમાં જેવી દુકાનોમા પતંગ નંગને બદલે કોડીમાં વેંચતા હતા. જેના માટે ત્રણેય દુકાનને 6000 દંડ ફટકાર્યો હતો. આમ તોલમાપ વિભાગ કુલ 4 વેપારીઓને 1.11 લાખનો દંડ ફટકાર્યો હતો.આ અગાઉ LCB દ્વારા ચાઈનીઝ દોરી પકડવા માટે રાજ્યભરમાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાં રાજ્યના ઘણા શહેરોમાંથી LCB ચાઈનીઝ દોરીનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડ્પ્યો હતો. હવે મહેસાણાના બજારમાં તોલમાપના દરોડા પડ્યાં છે અને દોરી -પતંગમા ગરબડ કરનાર વેપારીઓ સામે લાલ આંખ કરી હતી.