Gujarati Video : સાવરકુંડલામાં પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ, જુઓ Video

|

Mar 02, 2023 | 10:25 PM

દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવી છે. પરિણામે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આજે તંત્રએ રાજ્ય સરકારની સૂચનાથી સાવરુકુંડલામાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા ઘણા સમયથી કોમર્શિયલ દબાણ સતત વધી રહ્યું છે. અમરેલી રોડ, નદી બજાર, જેસર રોડ, નેસડી રોડ, દેવડા ગેઇટ સહિતના વિસ્તારોમાં મોટા પાયે દબાણ કરવામાં આવેલું છે. દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવી છે. પરિણામે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આજે તંત્રએ રાજ્ય સરકારની સૂચનાથી સાવરુકુંડલામાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચો :Breaking News : ફરી અમરેલી જિલ્લાની ધરા ધ્રૂજી, મોડી રાત્રે 3.3 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

તંત્રએ મેગા ડિમોલિશનની કામગીરી માટે પોલીસ વિભાગ પાસે બંદોબસ્ત માંગ્યો હતો. ત્યારે 400 જેટલી પોલીસ ફોર્સ અને સરકારી તંત્રના વિવિધ અધિકારીઓ, પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

વડોદરાના વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા

વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં કોર્પોરેશનના દબાણ ખાતાએ પોલીસ કાફલાને સાથે રાખીને દબાણ દૂર કરાયું હતું. મેયર કેયુર રોકડિયા અને સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વનું છે કે વોર્ડ નંબર.9 સયાજીગંજ વિધાનસભા મતવિસ્તારમાં આવે છે. જ્યાંના ધારાસભ્ય કેયુર રોકડિયા છે.

Published On - 11:23 am, Tue, 28 February 23

Next Article