Devbhumi Dwarka : સલાયા બંદરે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર, રેલવે વિભાગની લાખો ફૂટ જમીન ખાલી કરાવાઈ, જુઓ Video

|

Mar 11, 2024 | 12:50 PM

દેવભૂમિ દ્વારકાના સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણતા દરિયા કાંઠા વિસ્તારોમાં મેગા ડીમોલેશન હાથ ધરાયુ છે.રહેણાંક મકાન સહિત કોમર્શિયલ સ્થળો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. સંવેદનશીલ મામલો હોવાને કારણે પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

દેવભૂમિદ્વારકાના સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણતા દરિયા કાંઠા વિસ્તારોમાં મેગા ડીમોલેશન હાથ ધરાયુ છે. રહેણાંક મકાન સહિત કોમર્શિયલ સ્થળો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. સંવેદનશીલ મામલો હોવાને કારણે પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લા મોટી માત્રામાં પોલીસ કાફલો અહી તહેનાત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-Gujarat Board Exam : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે પરીક્ષાર્થીઓને આપી શુભકામના, જુઓ Video

સલાયા બંદર ખાતે સરકારી કિંમતી જમીન પર થયેલા દબાણ દૂર કરવા તંત્ર દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. જૂના રેલવે સ્ટેશન પાસે ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. અગાઉ તંત્રએ દબાણ દૂર કરવા અહીં રહેતા લોકોને નોટિસ આપી હતી. રેલવે વિભાગની લાખો ફૂટ જમીન ખાલી કરાવાઈ રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video