Porbandar : માછીમારીઓના પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ મુદ્દે કોસ્ટ ગાર્ડ અને માછીમારો વચ્ચે બેઠક

|

Feb 10, 2022 | 8:06 AM

ભારતીય જળ સીમા માંથી માછીમારોના પાકિસ્તાન મરીન દ્વારા અપહરણની ઘટનામાં વધારો થયો છે. તેના અનુસંધાને પોરબંદરમાં કોસ્ટગાર્ડના અધિકારીઓ અને માછીમારો વચ્ચે ચિંતન બેઠક મળી હતી

ભારતીય જળ સીમા માંથી માછીમારોના(Fishermen)પાકિસ્તાન મરીન દ્વારા અપહરણની ઘટનામાં વધારો થયો છે. તેના અનુસંધાને પોરબંદરમાં (Porbandar) કોસ્ટગાર્ડના(Coast Guard) અધિકારીઓ અને માછીમારો વચ્ચે ચિંતન બેઠક મળી હતી. આ બેઠકમાં પોરબંદર, ઓખા અને માંગરોળના માછીમારો જોડાયા હતા. કોસ્ટગાર્ડના અધિકારીઓએ માછીમારોને નો ફિશિંગ ઝોન અને IMBLથી દૂર રહી માછીમારી કરવા સુચના આપી હતી. તેમજ ફિશીંગ વખતે પૂરતી સતર્કતા દાખવવા જણાવ્યું હતું. બીજી તરફ માછીમારોએ પણ તેમની કેટલીક સમસ્યાઓ અંગે કોસ્ટગાર્ડના અધિકારીઓને વાકેફ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પાડોશી પાકિસ્તાન કાશ્મીરથી લઈને દરિયાઈ જળસીમા સુધી અવળચંડાઈ કરવામાંથી ઉંચુ આવતું નથી. ફરી પોરબંદર પાસે અરબી સમુદ્રમાં બોટ અપહરણનો સિલસિલો યથાવત્ છે. પોરબંદરમાં IMBLનજીકથી 2 ભારતીય બોટ અને 16 જેટલા માછીમારોનું અપહરણ થયું હતું.. ત્યારે ફરી 10 બોટ સાથે 60 જેટલા માછીમારોને સમુદ્રમાં બંધક બનાવાયાની ઘટના સામે આવી છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ 24 કલાકમાં જ કુલ 13 બોટને બંધક બનાવી. અગાઉ 3 ફિશિંગ બોટ અને 18 માછીમારોને પાકિસ્તાન લઈ જવાયા હતા. ત્યારે હજુ સમુદ્રમાં કુલ 10 બોટ સાથે 60 માછીમારોને બંધક બનાવી રાખ્યા છે.

ભારતીય જળસીમામાં હોવા છતાં પાકિસ્તાન મરીને માછીમારોને માછીમારી ન કરવા સૂચના આપી.. ભારતીય માછીમારો સાથે વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે.. જેમાં પાકિસ્તાન મરીનના અધિકારી ભારતીય માછીમારોને જતાં રહેવા ઓર્ડર કરી રહ્યા છે.. જો કે, માછીમારો ભારતીય જળસીમાની 10 કિલોમીટર અંદર તરફ માછીમારી કરી રહ્યા હતા.

આ પણ વાંચો : Surat : 20 હજાર લીટર બાયોડીઝલના જથ્થા સહિત ત્રણ લોકોની ધરપકડ

આ પણ વાંચો :  Rajkot : આટકોટના બળધોઇથી ગુમ થયેલી તરૂણી બેંગ્લોરથી મળી આવી

Next Video