Rajkot: અનુસૂચિત જાતિના આગેવાનો સાથે નરેશ પટેલે બેઠક કરી, કહ્યું “પાટીદાર-દલિત સમાજ એક થશે, ખભેખભો મિલાવી નવો રાહ ચિંધીશું”

|

Apr 10, 2022 | 3:37 PM

ખોડલધામમાં નરેશ પટેલ (Naresh Patel) અને અનુસૂચિત જાતિના આગેવાનો વચ્ચે બેઠક મળી. જેમાં અનેક મુદ્દે ચર્ચા થઇ. આગામી વિધાનસભાની ચૂંટણીમાં અનુસૂચિત જાતિ અને પાટીદાર સમાજ ખભેખભો મિલાવીને ચાલશે અને ગુજરાતમાં એક નવો રાહ ચિંધશે, તેવો પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો.

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ અને સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી (Patidar leader) નરેશ પટેલના (Naresh Patel) રાજકારણમાં જોડાવા અંગે હજુ પણ રહસ્ય યથાવત છે. નરેશ પટેલે જણાવ્યુ હતુ કે સમાજના આગેવાનો સાથે આ વિષય પર ચર્ચા કરીશુ અને પછી રાજકારણમાં જોડાવા અંગે નિર્ણય લઈશુ. છેલ્લે થયેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે કહ્યું હતું કે પાટીદાર સહિત અન્ય સમાજો સાથે બેઠકો ચાલી રહી છે. આ ઉપરાંત ખોડલધામ દ્વારા પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. આ પહેલા નરેશ પટેલે સૌરાષ્ટ્રના કોળી સમાજ સાથે બેઠક (Meeting) કરી હતી. ત્યારે હવે નરેશે પટેલે અનુસૂચિત જાતિના આગેવાનો સાથે પણ બેઠક કરી.

ખોડલધામમાં નરેશ પટેલ અને અનુસૂચિત જાતિના આગેવાનો વચ્ચે બેઠક મળી. જેમાં અનેક મુદ્દે ચર્ચા થઈ. આગામી વિધાનસભાની ચૂંટણીમાં અનુસૂચિત જાતિ અને પાટીદાર સમાજ ખભેખભો મિલાવીને ચાલશે અને ગુજરાતમાં એક નવો રાહ ચિંધશે, તેવો પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો. બેઠકમાં ખાસ કરીને રાજ્યની પ્રજાની જે સમસ્યા છે તે અંગે ચર્ચા કરવામાં આવી અને નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા પણ અપીલ કરી.

ગુજરાતની વિધાનસભા ચૂંટણી હવે નજીકમાં છે, ત્યારે નરેશ પટેલ કયા પક્ષ સાથે જોડાશે એ રહસ્ય ઘેરાતુ જઈ રહ્યુ છે. એક પછી એક એમ નરેશ પટેલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ સાથે જોડાવાના છે તેવી વાતો વહેતી થઇ હતી. જો કે હજુ સુધી તેઓ કયા પક્ષ સાથે જોડાવાના છે તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ તેમની પહેલા પાટીદાર આગેવાનો પછી કોળી સમાજ અને હવે અનુસૂચિત જાતિના આગેવાનો સાથેની બેઠક તેમના રાજકારણમાં જોડાવા પહેલાની તૈયારી હોય તેવુ સૂચક લાગી રહ્યુ છે.

આ પણ વાંચોઃ અમિત શાહના હસ્તે સીમા દર્શન પ્રોજેક્ટનું લોકાર્પણઃ કહ્યું, નડાબેટની પરિકલ્પના વડાપ્રધાન મોદીને કારણે સાકાર થઈ

આ પણ વાંચોઃ Porbandar : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આજથી માધવપુરના મેળાનો થશે પ્રારંભ, મેળાને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Next Video