Junagadh: ગાંઠિલા ઉમિયાધામ પાટોત્સવમાં નરેશ પટેલની હાજરી, લેઉવા-કડવા પાટીદારને એક કરવાની માતાજીને પ્રાર્થના કરી

મહત્વનું છે કે નરેશ પટેલ સિદસરની જેમ આ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીના કાર્યક્રમથી અંતર જાળવ્યું હતું,આ અંગે નરેશ પટેલે અન્ય કાર્યક્રમમાં વ્યસ્તતાનું બહાનું આગળ ધર્યું હતું. માતાજીના દર્શન આરતી કરી તરત રવાના થઈ ગયા હતા.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Apr 10, 2022 | 1:03 PM

જૂનાગઢ (Junagadh) ગાંઠિલા ઉમિયાધામ (Umiyadham) ખાતે 14માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આજે પાટોત્સવના દિવસે ખોડલધામ (Khodaldham) ના ચેરમેન નરેશ પટેલ (Naresh patel) ઉપસ્થિત રહ્યા હતા.નરેશ પટેલે માતાજીના દર્શન આરતી કરી હતી.આ કાર્યક્રમમાં નરેશ પટેલે લેઉવા અને કડવા પાટીદારને એક થવાની વાત કરી હતી.નરેશ પટેલે કહ્યું હતું કે ઉમા-ખોડલ એક એટલે કે લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર એક પાટીદાર તરીકે ઓળખાય અને એક થાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.મહત્વનું છે કે નરેશ પટેલ સિદસરની જેમ આ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીના કાર્યક્રમથી અંતર જાળવ્યું હતું,આ અંગે નરેશ પટેલે અન્ય કાર્યક્રમમાં વ્યસ્તતાનું બહાનું આગળ ધર્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ 14 મા મહા પાટોત્સવના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે અને પીએમ મોદી બપોરે 1 વાગ્યે વીડિયો કોન્ફરન્સથી પાટીદારોને સંબોધશે. ચૂંટણી પહેલા રાજકીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રના નેતાઓ સતત અનેક કાર્યક્રમમાં હાજરી તેમજ ખાતમુર્હુત અને લોકાર્પણના આયોજનમાં સહભાગી થઈ રહ્યા છે.

નરેશ પટેલે ખોડલધામ ખાતે દલિત સમાજ સાથે બેઠક કરી હતી. સૌરાષ્ટ્રભરના દલિત સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. બપોરે 12 વાગ્યે દલિત સમાજના આગેવાન સુરેશ બથવારની આગેવાનીમાં આવેલા પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરી હતી. જોકે આ બેઠક કયા મુદ્દા પર યોજવામાં આવી હતી તે અંગે કોઇ ચોખવટ કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ અમિત શાહના હસ્તે સીમા દર્શન પ્રોજેક્ટનું લોકાર્પણઃ કહ્યું, નડાબેટની પરિકલ્પના વડાપ્રધાન મોદીને કારણે સાકાર થઈ

આ પણ વાંચોઃ Porbandar : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આજથી માધવપુરના મેળાનો થશે પ્રારંભ, મેળાને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati