Gujarati Video : અમદાવાદમાં H3N2ના કેસ વધતા વાલીઓની ચિંતામાં વધારો, મણિનગરની સરસ્વતી હાઈસ્કૂલમાં મેડિકલ કેમ્પ યોજાયો

|

Mar 11, 2023 | 12:35 PM

અમદાવાદના (Ahmedabad) મણિનગરની સરસ્વતી હાઈસ્કૂલમાં મેડિકલ કેમ્પ યોજાયો. જેમાં બાળકોના આંખ, નાક, કાન, ગળાની તપાસ સાથે જ બ્લડ ટેસ્ટ પણ કરાયા.

આજકાલ મિશ્ર ઋતુ ચાલી રહી છે જેને કારણે શહેરમાં વાયરલ ઈન્ફેક્શનની સાથે સાથે H3N2 નામના નવા વાયરસની એન્ટ્રી થઈ છે અને તેના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓમાં H3N2નું સંક્રમણ વધી રહ્યું છે.અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શન બાદ H3N2 કેસમાં અનેકગણો વધારો થયો છે. જેના લક્ષણ શરદી, ઉધરસ, તાવ, ઉલટી અને પેટના દુઃખાવા જેવા છે. બેવડી ઋતુના કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા છે. તો વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ માતા-પિતા અને સ્કૂલ તંત્ર પણ ચિંતિત બન્યા છે.

બાળકોના સ્વાસ્થ્યની કરાઇ તપાસ

અમદાવાદના મણિનગરની સરસ્વતી હાઈસ્કૂલમાં મેડિકલ કેમ્પ યોજાયો. જેમાં બાળકોના આંખ, નાક, કાન, ગળાની તપાસ સાથે જ બ્લડ ટેસ્ટ પણ કરાયા. સરસ્વતી હાઈસ્કૂલની 4 શાખામાં અંદાજે 1100 વિદ્યાર્થીની તપાસ કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓના મેડિકલ ચેકઅપની બુકલેટ બનાવીને આપવામાં આવી. જેથી આગામી થોડા વર્ષો સુધી બીમાર થાય તો મદદ મળે. શાળા સંચાલકોએ બાળકોના આરોગ્યની તપાસની સાથે જ મેડિકલની અન્ય મદદ આપવાની પણ તૈયારી દર્શાવી છે.

ડૉકટર્સે દેશમાં ફેલાતા H3N2 ઈન્ફલ્યુએન્ઝા વિશે સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ વાયરસ પણ કોરોનાની જેમ જ ફેલાય છે. તેનાથી બચવા માટે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો. વૃદ્ધો અને પહેલાથી જ કોઈપણ રોગથી પીડિત લોકોને આ રોગથી વધુ સમસ્યાઓ થઈ શકે છે. H3N2 ઈન્ફલ્યુએન્ઝાના સંક્રમિત દર્દીને 2-3 દિવસ સુધી તાવ રહે છે. શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા, આ ઉપરાંત દર્દીને બેથી ત્રણ અઠવાડિયાંથી સતત ઉધરસ રહે છે. આ ફલૂનાં સામાન્ય લક્ષણો ગણાય છે.

યુવાઓમાં ફ્લૂના લક્ષણ

  • શ્વાસ લેવામાં તકલીફ
  • માંસપેશીઓમાં દુખાવો
  • વધારે નબળાઇ અને પરેશાન રહેવું
  • છાતી કે પેટમાં સતત દુખાવો
  • સતત ચક્કર આવવા
  • પેશાબ થવો નહીં
  • જૂની બીમારી ફરી થવી
Next Video