અરવલ્લીઃ મૌલાના અઝહરીના ભડકાઉ ભાષણનો મામલો, કાર્યક્રમના આયોજકના રિમાન્ડ મંજૂર કરાયા

|

Feb 10, 2024 | 6:44 PM

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરવાને લઈ ગુનો નોંધવામાં આવ્યો હતો. મોડાસા શહેર પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. પોલીસે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરનારાઓ સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધી હતી.

મોડાસા શહેરમાં ગત ડિસેમ્બર માસમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ એક ધાર્મિક કાયર્ક્રમમાં હાજરી આપી હતી. એ દરમિયાન તેઓએ ભડકાઉ ભાષણ કર્યુ હતુ જેને લઈ મોડાસા પોલીસે હવે 9 ફેબ્રુઆરીએ ગુનો નોંધ્યો છે. મોડાસા શહેર પોલીસે મૌલાના અને આયોજકો સહિત ત્રણ જણા સામે ગુનો નોંધીને કાર્યવાહી શરુ કરી હતી. જેમાં આયોજકની પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો.

આ પણ વાંચો:  સાબરડેરીની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 10 માર્ચે થશે મતદાન, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરનાર ઇશાક ઘોરીની મોડાસા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેની પૂછપરછ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. આમ આગામી 14 ફેબ્રુઆરી સુધી ઇશાક ઘોરી રીમાન્ડ પર રહેશે. પોલીસે આ અંગેની તપાસ શરુ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:27 pm, Sat, 10 February 24

Next Video