જૂનાગઢ પહેલા મૌલાના મુફ્તીએ કચ્છના કાર્યક્રમમાં પણ ઓક્યું હતું ઝેર, વીડિયો આવ્યો સામે

|

Feb 05, 2024 | 4:59 PM

કચ્છના સામખિયાળીમાં સામાજીક કાર્યક્રમાં હાજર રહેલા મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. તો મૌલાનાને ભડકાઉ ભાષણ ભારે પડી શકે છે, જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ મૌલાનાના ભડકાઉ ભાષણની તપાસના આદેશ આપ્યા છે. સાથે જ સોશિયલ મીડિયામાં રહેલા ભાષણોના વીડિયો પુરાવા તરીકે ઉપયોગમાં લેવાની વાત કરી છે.

જૂનાગઢની ઘટના બાદ મૌલાના મુફ્તી સલમાન અઝહરીનો કચ્છના કાર્યક્રમનો વીડિયો સામે આવ્યો છે. સામખિયાળીમાં સામાજીક કાર્યક્રમાં હાજર રહેલા મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ કાર્યક્રમાં મૌલાના મુફ્તી હાજર લોકોને ઉશ્કેરણીજનક વાત કરતો સાંભળવા મળી રહ્યો છે.

તો મૌલાનાને ભડકાઉ ભાષણ ભારે પડી શકે છે, જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ મૌલાનાના ભડકાઉ ભાષણની તપાસના આદેશ આપ્યા છે. સાથે જ સોશિયલ મીડિયામાં રહેલા ભાષણોના વીડિયો પુરાવા તરીકે ઉપયોગમાં લેવાની વાત કરી છે. મૌલાના અગાઉ અનેક કાર્યક્રમોમાં એક ધર્મ વિરોધી વાતો કરી ચૂક્યો છે. જો સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ થાય તો મૌલાનાના અનેક પાપનો પર્દાફાશ થઇ શકે છે.

આ પણ વાંચો ભડકાઉ ભાષણ આપવા મામલે ATSએ કરી મુફતી સલમાન અઝહરીની ધરપકડ, જુનાગઢમાં સભા દરમિયાન આપ્યું હતું ભડકાઉ ભાષણ

 

Next Video