Vadodara : માવઠાએ મહેનત પર પાણી ફેરવ્યુ, વડોદરાના કરજણમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની

|

Mar 20, 2023 | 8:05 AM

કરજણના બોડાકા, કંબોલા, તાપા, કરમડી, માંગરોળ, કણભા, ચોરભૂજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતોને પારાવાર નુકશાન થયુ.

Gujarati VIDEO : વડોદરાના કરજણમાં માવઠાને કારણે ખેડૂતોની હાલક કફોડી બની છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ થતા ઉભા પાકને મોટાપાયે નુકશાન થયુ છે. કરજણના બોડાકા, કંબોલા,તાપા, કરમડી, માંગરોળ,કણભા, ચોરભૂજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતોને પારાવાર નુકશાન થયુ. જેના કારણે એરંડા, તુવેર, ઘંઉ સહિતના પાકને નુકશાન થયુ છે. અંદાજે સો એકરમાં એરંડાનો લણેણો પાક નાશ પામ્યો છે. તો અંદાજિત સો એકરમાં તુવેરના પાકને પણ નુકશાન થયુ છે.

 ભરઉનાળે વરસાદી માહોલ જામતા ખેડૂતોને નુકશાન

એટલુ જ નહીં તુવેરના ઉભા છોડ પણ આડા પડી ગયા છે.તો 30 એકરમાં તૈયાર થયેલા ઘંઉના પાક પણ પલળી ગયો છે.આમ ભરઉનાળે વરસાદ આવતા ખેડુતોએ મહા મહેનતે ઉગાવેલા પાક પર માવઠાનુ પાણી ફરી વળ્યુ છે.ભારે નુકશાનને પગલે ખેડૂતોએ હાલ સરકાર પાસે વળતરની માગ પણ કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં અમરેલી જિલ્લામાં પણ મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમરેલીના લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગામોમાં પણ કમોસમી વરસાદી માહોલ જામ્યો છે. સાવરકુંડલાના વીજપડી, ખડસલી, છાપરી, ચીખલી સહિતના ગામોમાં કમોસમી વરસાદથી ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. અચાનક આવેલા વાતાવરણમાં પલટાથી ખેતીને ભારે નુકસાન થયું છે.

Published On - 8:04 am, Mon, 20 March 23

Next Video