રાજકોટ વીડિયો : ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવકમાં થયો વધારો, વધુ આવક થતા ભાવમાં ગાબડું

|

Nov 07, 2023 | 1:35 PM

રાજકોટ સમાચાર : રાજકોટના ગોંડલ યાર્ડમાં ડુંગળીના 40 હજાર કટ્ટાની આવક સામે 20 હજાર કટ્ટાનું વેચાણ થયું છે. જેના પગલે ભાવમાં પણ 300થી લઈને 400 રૂપિયાનો જેવો માતબર ઘટાડો થયો છે. એક અઠવાડિયા પહેલા 20 કિલો ડુંગળીનો ભાવ એક હજાર રૂપિયા હતો.જે હવે ઘટીને 500થી લઈને 700 રૂપિયા થયો છે.

દિવાળી પૂર્વે પ્રજાને મોંઘવારીના મોરચે એક મોટી રાહત મળી છે. ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીની ગોંડલ APMCમાં બમ્પર આવક થઈ રહી છે. ગોંડલ યાર્ડમાં ડુંગળીના 40 હજાર કટ્ટાની આવક સામે 20 હજાર કટ્ટાનું વેચાણ થયું છે. જેના પગલે ભાવમાં પણ 300થી લઈને 400 રૂપિયાનો જેવો માતબર ઘટાડો થયો છે.

એક અઠવાડિયા પહેલા 20 કિલો ડુંગળીનો ભાવ એક હજાર રૂપિયા હતો.જે હવે ઘટીને 500થી લઈને 700 રૂપિયા થયો છે. આમ 20 કિલો ડુંગળીના ભાવમાં 30 ટકાની આસપાસ ગાબડું પડ્યું છે. ગોંડલ યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી છે.

વેપારીઓના મતે દિવાળી પહેલા હજી પણ ડુંગળીની આવકમાં મોટો વધારો થઈ શકે છે. જો આવક વધી તો ડુંગળીના ભાવ ઘટશે.સરવાળે દિવાળી પૂર્વે પ્રજાને થોડી રાહત મળશે તે પાક્કું છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:35 pm, Tue, 7 November 23

Next Video