Dahod : NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં લાગી વિકરાળ આગ, જુઓ Video

Dahod : NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં લાગી વિકરાળ આગ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 22, 2025 | 12:19 PM

દાહોદમાં NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં આગ લાગી છે. દાહોદના ભાટીવાડા વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ઉનાળામાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક આગ લાગવાની ઘટના દાહોદમાં બની છે. દાહોદમાં NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં આગ લાગી છે. દાહોદના ભાટીવાડા વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ

સોલરમાં આગ લાગવાની ઘટનાની જાણથતા તાત્કાલિક ધોરણે ગોધરા અને છોટાઉદેપુરના ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂ લેવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. 12 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. SP, મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પ્રાપ્ત થતી વિગત અનુસાર આગની દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો