Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ, ફાયર બ્રિગેડની ત્રણ ટીમો ઘટનાસ્થળે, જુઓ Video

Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ, ફાયર બ્રિગેડની ત્રણ ટીમો ઘટનાસ્થળે, જુઓ Video

| Updated on: Jul 13, 2026 | 10:48 PM

ભરૂચ જિલ્લાના દહેજ GIDCમાં આવેલી કેતુલ કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. નવી પ્રોડક્ટના ટ્રાયલ દરમિયાન સોલ્વન્ટના જથ્થામાં આગ લાગી હતી, જેના કારણે પ્લાન્ટનો મોટો ભાગ આગની ઝપેટમાં આવી ગયો હતો.

ભરૂચ જિલ્લાના દહેજ GIDC (ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) ખાતે આવેલી કેતુલ કેમિકલ્સ નામની કંપનીમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના નવી પ્રોડક્ટ માટેની ટ્રાયલ પ્રક્રિયા દરમિયાન બની હતી, જેમાં સોલ્વન્ટના મોટા જથ્થામાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પ્લાન્ટનો મોટા ભાગનો હિસ્સો તેની ઝપેટમાં આવી ગયો હતો.

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે, આગ લાગી તે સમયે કંપનીમાં હાજર લગભગ 10 જેટલા કામદારો સમયસર બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.

ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આ આગની ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ અને જવાબદાર પરિબળો સામે આવશે.

બિઝનેસ ક્લાસ મુસાફરો વચ્ચે પોલીસને દેખાયો બુટલેગર!

Follow Us