Breaking News : વટવા GIDCની કંપનીમાં લાગી ભીષણ આગ, 3 ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં વટવા GIDC ફેઝ 4 આગ લાગવાની ઘટના બની હતી. GIDC ફેઝ 4માં આવેલી રામદેવ એસ્ટેટમાં કેમિકલ ફેકટરીમાં આગ લગવાની ઘટના બની હતી.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં વટવા GIDC ફેઝ 4 આગ લાગવાની ઘટના બની હતી. GIDC ફેઝ 4માં આવેલી રામદેવ એસ્ટેટમાં કેમિકલ ફેકટરીમાં આગ લગવાની ઘટના બની હતી. કંપનીમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.
કંપનીમાં સ્પાર્કના કારણે લાગી આગ
આ સાથે જ સ્થાનિકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા જ 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર વેલ્ડિંગ કામ દરમિયાન સ્પાર્કના કારણે આગ લાગી હતી. જો કે આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. એક મહિના પહેલા બ્લાસ્ટ થાય બાદ આગ લાગી હતી.
Latest Videos