Bharuch : અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર NOC ન હોવાનો ખુલાસો, જુઓ Video

author
| Edited By: | Updated on: Feb 11, 2025 | 12:55 PM

ભરુચના અંકલેશ્વરમાં સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લાગી છે. અંકલેશ્વરના ગોડાઉનમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાળાના ગોટે ગોટે જોવા મળ્યા છે. મળતી માહિતી અનુસાર જે ગોડાઉનમાં આગ લાગી હતી તેની પાસે ફાયર NOC ન હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ભરુચના અંકલેશ્વરમાં સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લાગી છે. અંકલેશ્વરના ગોડાઉનમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાળાના ગોટે ગોટે જોવા મળ્યા છે. મળતી માહિતી અનુસાર જે ગોડાઉનમાં આગ લાગી હતી તેની પાસે ફાયર NOC ન હોવાનું સામે આવ્યું છે.

ગોડાઉનમાં ફાયર સેફ્ટીના એક પણ સાધન ઉપલબ્ધ ન હતા. સ્ક્રેપ માર્કેટના અન્ય ગોડાઉનોમાં NOC પણ નહીં હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.

ગોડાઉન પાસે ફાયર NOC જ નહીં !

ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગ્યા બાદ તેણે જોત-જોતામાં વિકારળ રૂપ ધારણ કર્યું હતું. આસપાસના ગોડાઉન પણ આગની ઝપેટમાં આવ્યા હતા. તો બીજી તરફ આસપાસના ગોડાઉનના વેપારીઓએ ફાયર બ્રિગેડના જવાનો સાથે માથાકૂટ કરતાં પોલીસને મદદે બોલાવવાની ફરજ પડી હતી. આગ એટલી વિકરાળ હતી કે અગનજ્વાળાઓ દૂર સુધી નજરે પડી રહી હતી. એમાં પણ હવે ફાયર એનઓસી ન હોવાનો ખુલાસો સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.