Gandhinagar: દહેગામમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા કોલોમ્બો સિક્યુરિટી કોન્કલેવ મરીન લો વર્કશોપ યોજાઈ

|

Mar 06, 2022 | 8:02 AM

દહેગામમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા યોજાયેલા કોન્કલેવ કોન્ફરન્સમાં કોસ્ટલ વિસ્તારના કાયદાને લઈને ચર્ચા કરવામાં આવી. ત્રિદિવસીય કોલોમ્બો કોન્ફરન્સમાં દરેક દેશના મહાનુભાવોએ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો.

ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના દહેગામમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (National Defense University) દ્વારા કોલોમ્બો સિક્યુરિટી કોન્કલેવ મરીન લો વર્કશોપ (Marine Law Workshop)નું આયોજન કરવામાં આવ્યુ. જેમાં ભારત સહિત શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ, સેસસ અને મોરિસીસ એવા 5 દેશના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કોન્કલેવમાં મરીન સિક્યુરિટી (Marine Security) અને ચેલેન્જને લઈને ચર્ચા થઈ હતી.

મરીન સિક્યુરિટીને લઈને કોન્કલેવમાં ચર્ચા

દહેગામમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા યોજાયેલા કોન્કલેવ કોન્ફરન્સમાં કોસ્ટલ વિસ્તારના કાયદાને લઈને ચર્ચા કરવામાં આવી. ત્રિદિવસીય કોલોમ્બો કોન્ફરન્સમાં દરેક દેશના મહાનુભાવોએ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો. જેમાં દરિયાઈ સીમામાં ગેરકાયદે ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરી અને ઘૂસણખોરીને અટકાવવા આ કોલોમ્બો સિકયુરિટી કોન્કલેવ ખુબ જ મદદરૂપ બનશે. તેમજ સુનામી અને વાવાઝોડા જેવી આફતની સ્થિતિને પહોંચી વળવા માટે કોસ્ટલ એરિયાના દેશ બીજા દેશને મદદરૂપ થશે અને માહિતીની આપ લે કરી શકશે.

વડાપ્રધાનના આગમનની તૈયારીઓ

મહત્ત્વનું છે કે 12 માર્ચના રોજ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ કોન્વોકેશન થવાનો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi), મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. વડાપ્રધાન અહીં સંબોધન પણ કરવાના છે, ત્યારે  તેની પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

આ પણ વાંચો- Ahmedabad: હોળી-ધૂળેટીના તહેવારને લઈ ખાણીપીણીના એકમો પર આરોગ્ય વિભાગની તવાઈ

આ પણ વાંચો- રાજ્યમાં આજથી હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેરનારા વાહનચાલકોની ખેર નથી, જાણો શું છે કારણ

Next Video