Gujarati Video : મહેસાણાના આલોડા ગામે ગૌચર જમીનનો વિવાદ, સરપંચ વિરૂદ્ધ અન્ય સભ્યો અને ગ્રામજનોએ મોરચો માંડ્યો
મહેસાણાના અલોડા ગામ નજીક આવેલી ગૌચર જમીન અને તળાવ મુદ્દે સરપંચ વિરૂદ્ધ પંચાયતના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત લાવવા કલેકટર સુધી રજૂઆત કરવામાં આવી છે.
મહેસાણાના ( Mehsana ) આલોડા ગામ નજીક આવેલી ગૌચર જમીન અને તળાવ મુદ્દે સરપંચ વિરૂદ્ધ પંચાયતના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત લાવવા કલેકટર સુધી રજૂઆત કરવામાં આવી છે. આલોડા ગામના સરપંચની વિરૂદ્ધ ડેપ્યુટી સરપંચ અને અન્ય ગ્રામજનોએ મોરચો માંડ્યો છે. સરપંચના મતે જમીન ખાનગી માલિકીની છે. અને તેના દસ્તાવેજ પણ કરાવી દેવાયામાં આવ્યાં છે.
તો બીજી તરફ ડેપ્યુટી સરપંચ અને અન્ય સભ્યોએ રજૂઆત કરી કે ગૌચર અને તળાવ સરકારી જમીન પર આવેલું છે. અને સરકારી જમીન પચાવી પાડનારા ખાનગી વ્યક્તિ સામે પણ કાર્યવાહી કરવા માગ ઉઠી છે. આ વિવાદનો ઉકેલ હવે મહેસાણાના કલેક્ટરના નિર્ણય બાદ જ આવશે.
ગૌચરની જમીનમાં કૌભાંડમાં સરપંચ સહિત અનેક સસ્પેન્ડ
આ અગાઉ મહેસાણાના તરેટી ગામમાં ગૌચરની જમીનમાં કૌભાંડને લઇ જિલ્લા વિકાસ અધિકારીએ કાર્યવાહી કરવામાં આવી હતી. તરેટી ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને ચાર સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. પંચાયત અધિનિયમ હેઠળ તમામને હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યાં હતા. મહત્વનું છે કે ગામના સરપંચ, ઉપસરપંચ અને ચાર સભ્યોએ મળી ગૌચરની જમીનમાં કૌભાંડ કર્યું હતું. ગૌચરની જમીન અન્ય હેતુ માટે ફાળવણી કરવાનો અધિકાર ન હોવા છતાં ઠરાવ કર્યો હતો. વાણિજ્ય હેતુ માટે ગૌચરની જમીનની ફાળવણી કરી હતી. જેને લઇ ભારે વિવાદ થયો હતો.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો