Gujarat Election: એલિસબ્રિજ બેઠક પર ભાજપના મોટા નેતાઓ કરી રહ્યા છે દાવેદારી, જાણો કોણ છે આ મોટા નેતાઓ
આજે અમદાવાદ (Ahmedabad) શહેરની મણિનગર, અમરાઈવાડી, ખાડિયા, જમાલપુર-ખાડિયા, એલિસબ્રિજ, બાપુનગર, ઠક્કર બાપા નગર તથા નિકોલ વિધાનસભા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. તો અમદાવાદ જિલ્લાની વિરમગામ અને સાણંદ બેઠકની સેન્સ લેવાશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. ત્રણ દિવસ માટે નિરીક્ષકો દ્વારા તમામ મહાનગરો અને જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદ શહેરની 8 અને જિલ્લાની બે બેઠક પર આજે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. આજે અમદાવાદ શહેરની મણિનગર, અમરાઈવાડી, ખાડિયા, જમાલપુર-ખાડિયા, એલિસબ્રિજ, બાપુનગર, ઠક્કર બાપા નગર તથા નિકોલ વિધાનસભા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. તો અમદાવાદ જિલ્લાની વિરમગામ અને સાણંદ બેઠકની સેન્સ લેવાશે.
ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. ત્યારે અમદાવાદની એલિસબ્રિજ બેઠક પર ભાજપ દ્વારા સેન્સ લેવાશે. એલિસબ્રિજ બેઠક પર મોટા નેતાઓ દાવેદારી કરી રહ્યા છે. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અમિત શાહે દાવેદારી નોંધાવી છે. તો હાલના ધારાસભ્ય રાકેશ શાહ, ચૈતન્ય શંભુ મહારાજે પણ દાવેદારી નોંધાવી છે. મહિલા આયોગના પૂર્વ ચેરમેન જાગૃતિ પંડ્યાએ દાવેદારી કરી છે. પૂર્વ મેયર બિજલ પટેલ અને ગૌતમ શાહે પણ દાવેદારી કરી છે. જૈનિક વકીલ, ડૉ. સુજોય મહેતા, ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે પણ દાવેદારી નોંધાવી છે. નિવૃત્ત Dy.SP તરુણ બારોટ પણ દાવેદારી માટે શાહીબાગ પહોંચ્યા હતા. તો બાપુનગર માટે તરુણ બારોટ દાવેદારી કરવા પહોંચ્યા હતા.
મહત્વનું છે કે આ બેઠક ઉપરથી 2017માં શાહ રાકેશભાઈ જસવંતલાલને ધારાસભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તે બીજેપીના ધારાસભ્ય છે. રાકેશભાઈ જસવંતલાલ શાહ ગુજરાત ના મોટા રાજકીય ચહેરાઓમાંથી એક છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ અને દરેક ઉમેદવારે કમર કસી છે. ત્યારે ગુજરાતની એલિસબ્રિજ સીટ પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી માં શાહ રાકેશભાઈ જસવંતલાલ એ જીત મેળવી હતી.
