Ahmedabad : ભારે વરસાદના પગલે પ્રિમોન્સૂનનો પ્લાન પાણીમાં ધોવાયો માત્ર 1 ઈંચ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસ્યો છે. શહેરના સોલા, ગોતા, ગુજરાત હાઇકોર્ટ, સાયન્સ સીટી, પકવાન, ઇસ્કોન, જોધપુર, વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. પાલડી, ગીતા મંદીર, મેમનગર અને વેજલપુરમાં વરસાદના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો.
જો કે એસજી હાઇવે વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકો પરેશાન થયા હતા. શહેરના પૂર્વ વિસ્તાર જશોદાનગર અને અમરાઈવાડીમાં પણ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો : RMCની પ્રિમોન્સુન કામગીરી હજુ પૂર્ણ નથી થઈ, સિઝનના પ્રથમ વરસાદે જ કામ બાકી હોવાની ખુલી પોલ
શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ધોધમાર વરસાદના પગલે મીઠાખળી અંડર બ્રિજમાં પાણી ભરાતા બંધ કરાયો હતો. માત્ર સામાન્ય વરસાદમાં પાણી ભરાવાથી વાહનચાલકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. બીજી તરફ અમરાઈવાડીના નાગરવેલ હનુમાન રોડ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા હતા. વાહન ચાલકોનું કહેવું છે કે, હાલના વરસેલા વરસાદમાં આવી સ્થિત છે તો ચોમાસામાં શું હશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:37 pm, Mon, 26 June 23