Gujarati Video: વરસાદ બાદ યાત્રાધામ ડાકોરમાં પાણી ભરાયા ,તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી
વરસાદ વરસતા દર્શનાર્થે આવતા યાત્રાળુઓમાં દોડધામ મચી છે. જ્યારે દર્શનાર્થે આવતા યાત્રાળુઓના પગરખા પાણીમાં તરતા દેખાયા છે. જ્યારે સામાન્ય વરસાદ વરસતા યાત્રાધામ ડાકોર નગરપાલિકાની પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે.
Kheda : ખેડા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં ખેડા જિલ્લાના ઠાસરા, ગળતેશ્વર, માતર, કપડવંજ, કઠલાલ, નડિયાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. યાત્રાધામ ડાકોરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આજે પૂનમ હોવાથી યાત્રાધામ ડાકોરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે.
જેમાં વરસાદ વરસતા દર્શનાર્થે આવતા યાત્રાળુઓમાં દોડધામ મચી છે. જ્યારે દર્શનાર્થે આવતા યાત્રાળુઓના પગરખા પાણીમાં તરતા દેખાયા છે. જ્યારે સામાન્ય વરસાદ વરસતા યાત્રાધામ ડાકોર નગરપાલિકાની પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે.
ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો
Published on: Jun 04, 2023 10:00 AM
Latest Videos