કેરી રસિકો માટે માઠા સમાચાર ! મિશ્રઋતુના પગલે કેરીમાં ફૂગ જન્ય રોગનો ઉપદ્રવ, જુઓ વીડિયો

|

Apr 09, 2024 | 5:10 PM

નવસારીમાં જેમ જેમ કેરીની સિઝન નજીક આવતી જાય છે તેમ તેમ કેરીની વાડી ધરાવતા ખેડૂતોની ચિંતા વધતી જાય છે.વાતાવરણમાં આવેલા ફેરફાર અને હાલના સમયમાં દિવસ અને રાત્રીના સમયમાં તાપમાનમાં અસમાનતાને કારણે ખેડૂતોને કેરીનો પાક નિષ્ફળ જવાનો ભય છે.

કેરીની સિઝન જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ કેરીના ચાહકોની તાલાવેલી વધતી જાય. પરંતુ નવસારીમાં જેમ જેમ કેરીની સિઝન નજીક આવતી જાય છે તેમ તેમ કેરીની વાડી ધરાવતા ખેડૂતોની ચિંતા વધતી જાય છે. વાતાવરણમાં આવેલા ફેરફાર અને હાલના સમયમાં દિવસ અને રાત્રીના સમયમાં તાપમાનમાં અસમાનતાને કારણે ખેડૂતોને કેરીનો પાક નિષ્ફળ જવાનો ભય છે.

હાલમાં એપ્રિલ માસની શરૂઆત થતાં આંબા પર કેરીના પાક છેલ્લા તબક્કામાં છે. પરંતુ દિવસનું તાપમાન વધતા મોર સાથે અપરિપકવ કેરીનું ખરણ થઈ રહ્યું છે. તેમજ ફૂગ જન્ય રોગોનો ઉપદ્રવ પણ પરેશાન કરી રહ્યો છે.

માવઠાની આગાહી

બીજી તરફ હવામાન વિભાગે ગરમી અને માવઠા બંન્નેની આગાહી કરી છે. આગામી 2 દિવસ રાજ્યમાં અંગદઝાડતી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે આગામી 12મી એપ્રિલથી 15 એપ્રિલની વચ્ચે વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:09 pm, Tue, 9 April 24

Next Video