સૌથી મોટી લોકશાહીનો કાલે આવશે જનાદેશ, જાણો ગુજરાતના વિવિધ જિલ્લામાં મતગણતરીની કેવી છે તૈયારી- Video

| Edited By: | Updated on: Jun 03, 2024 | 7:18 PM

દેશની સૌથી મોટી ચૂંટણીના પરિણામોને બસ હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે રાજ્યમાં તમામ સ્થળોએ જ્યા મતગણતરી થવાની છે ત્યા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

લોકસભા ચૂંટણીનું પરિણામો જાહેર થવાની બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં વિવિધ સ્થળો પર મત ગણતરી પહેલાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં મત ગણતરી માટેનું “કાઉન્ટ ડાઉન” શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે તમામ સ્થળો પર તેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. મત ગણતરીને ધ્યાનમાં લઈ. તમામ કેન્દ્રો પર સુરક્ષા “સઘન” કરવામાં આવી છે. આર્મીની 9, SRPની 12 કંપનીઓ ખડકવામાં આવી છે. મત ગણતરી દરમિયાન 12 હજાર સ્થાનિક પોલીસ જવાનો ખડેપગે તૈનાત રહેશે. 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારીઓ અને 130 મદદનીશ ચૂંટણી અધિકારીઓની હાજરીમાં ગુજરાતમાં મત ગણતરીનું કામ હાથ ધરવામાં આવશે.અમદાવાદની તો અહીં LD એન્જીનિયરિંગ કોલેજમાં મત ગણતરી હાથ ધરાશે. તેના માટે સમગ્ર કેમ્પસને CCTVથી સજ્જ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર NOC ન ધરાવતી શાળાઓ સામે લાલ આંખ, અમદાવાદની નેલ્સન સ્કૂલને કરાઈ સીલ- VIDEO

 ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 03, 2024 07:16 PM