Valsad Rain : વલસાડના વાપીમાં બારે મેઘ ખાંગા, ભારે વરસાદ બાદ શહેર પાણીમાં ડૂબ્યું, પાણીમાં કાર ફસાઇ જતા ફાયર વિભાગે કર્યુ રેસ્કયૂ

|

Jul 19, 2023 | 3:18 PM

વાપી શહેરના બજારો પાણીમાં ગરકાવ થયા છે. દુકાનો અને ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. હરિયા પાર્ક સોસાયટીમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઇ ગયા છે. જેથી ખાડી તરફ જવા માટેનો રસ્તો પણ બંધ થઇ ગયો છે.

Valsad : વલસાડ જિલ્લામાં વરસાદે (Rain) ધમાકેદાર બેટિંગ કરી છે. જિલ્લાના વાપી (Vapi) શહેરમાં ધોધમાર વરસાદ બાદ સ્થિતિ બેહાલ થઇ ગઇ છે. આ શહેર નહીં પરંતુ કોઇ નદી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચારેય તરફ વરસાદના એટલા પાણી ભરાઇ ગયા છે. જાણે નદીમાં કોઇ શહેર વસી ગયું હોય. વાપી શહેરના બજારો પાણીમાં ગરકાવ થયા છે. દુકાનો અને ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. હરિયા પાર્ક સોસાયટીમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઇ ગયા છે. જેથી ખાડી તરફ જવા માટેનો રસ્તો પણ બંધ થઇ ગયો છે.

આ પણ વાંચો- Tender Today : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર, જાણો કયા યાત્રાધામની કાયા પલટ થશે

વરસાદી પાણી ભરાતા કેટલાંક વાહન ચાલકો અને બાઇક સવારો પાણીમાં ફસાયા હતા. તો બીજી તરફ શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતા અંડરપાસમાં પણ ગળા સુધી પાણી ભરાઇ ગયા છે. અંડરપાસમાં એક કાર પણ ફસાઇ ગઇ હતી. જેને ભારે જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. વરસાદ બાદ શહેરની ભયાનક સ્થિતિ સામે આવી છે, જેથી લોકોમાં નારાજગી વ્યાપી છે. લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે શહેરની કેટલીક શાળા પણ બંધ રાખવામાં આવી છે.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video