મહીસાગર : લુણાવાડામાં આધેડનો અગમ્ય કારણોસર આપઘાત, બ્રિજ પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું
આધેડના મૃતદેહને કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતક આધેડ બ્રાહ્મણ સમાજના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પરંતુ તેમની સાચી ઓળખ મળી શકી નથી. પોલીસની તપાસ બાદ જ મૃતક વિશે ખુલાસા થશે.
મહીસાગરના લુણાવાડામાં એક આધેડે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આધેડે પાનમ બ્રિજ પરથી ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે, પરંતુ આધેડે આપઘાત કેમ કર્યો તેની સાચી હકીકતનો ખુલાસો થયો નથી. તો, ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી.
આ પણ વાંચો મહીસાગર : વીરપુર TDOનો મહિલા કર્મચારી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ, વીડિયો વાયરલ