RAJKOT : જસદણમાં વ્યાજખોરોના ત્રાંસથી આધેડે કર્યો આપધાત, વિરપુર પોલીસે નોંધી ફરિયાદ
4 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોએ 8 લાખ રૂપિયાની તાત્કાલિક ઉઘરાણી કરી હતી. આથી આધેડે ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો છે.
RAJKOT : રાજકોટમાં ફરી વ્યાજખોરોનોં આતંક સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પીઠડીયા ગામમાં આધેડે ઝેરી દવા ખાઇને આપઘાત કરી લીધો છે. પીઠડીયા ગામમાં રહેતા પટેલ આધેડે વ્યાજખોરો પાસથી નાણા વ્યાજે લીધા હતા. આ આધેડે વ્યાજ સહિત 4 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ પણ ધમકીઓ મળતા જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી મૂજબ 4 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોએ 8 લાખ રૂપિયાની તાત્કાલિક ઉઘરાણી કરી હતી. આથી આધેડે ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો છે. મૃતકના પુત્રના નિવેદન અને ફરિયાદને આધારે વીરપુર પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે.
Latest Videos