Rajkot: જસદણમાં સગીરા સાથે 6 મહિના સુધી દુષ્કર્મ આચરનારા આરોપીની પોલીસે કરી ધરપકડ

| Edited By: | Updated on: Feb 05, 2022 | 11:36 AM

આરોપી જુનૈદ બે બાળકોનો પિતા છે, તે મજૂરી કામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. તેમ છતા તેણે સગીરાને હવસની શિકાર બનાવી હતી.

રાજકોટ (Rajkot) જિલ્લાના 16 વર્ષની સગીરા સાથે 6 મહિના સુધી દુષ્કર્મ આચવામાં આવ્યુ હોવાની ઘટના સામે આવી છે. આરોપી ટ્યુશન ક્લાસમાં જતી સગીરાનો પીછો કરતો હતો. મળવાના બહાને ગેસ્ટ હાઉસમાં બોલાવીને દુષ્કર્મ (Rape) આચરતો હતો. આરોપીના ત્રાસથી કંટાળી સગીરાએ પરિવારને જાણ કરી હતી. પરિવારે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

જસદણની 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરનાર યુવક પરણિત હોવાનું અને તેની ઉંમર 30 વર્ષની હોવાનું સામે આવ્યુ છે. જસદણની ગેબનશાહ સોસાયટીમાં રહેતો આરોપી જુનેદ ઈકબાલ ચૌહાણ શહેરના ટ્યુશન ક્લાસમાં અભ્યાસ અર્થે જતી 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. જૂનૈદ ટ્યુશન ક્લાસમાં જતી 16 વર્ષીય સગીરાનો હંમેશા પીછો કરતો હતો. આરોપી જુનેદ ઈકબાલ ચૌહાણ સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો. આખરે જુનૈદના ત્રાસથી કંટાળી સગીરાએ પરિવારને જાણ કરી હતી.

આરોપી જુનૈદ બે બાળકોનો પિતા છે, તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેમ છતાં તેણે સગીરાને હવસની શિકાર બનાવી હતી. જસદણ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હવસખોર જુનૈદ સામે આઈપીસી કલમ-376(2-એન), 354(ઘ), જાતીય સતામણી ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-2012ની કલમ 4-6 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

આ પણ વાંચો- રાજ્યમાં ડિફેન્સ એક્સ્પોની તડામાર તૈયારીઓ, ગાંધીનગર અને અમદાવાદમાં હોટેલ બૂકિંગ શરુ

આ પણ વાંચો- Surendranagar: ધ્રાંગધ્રા તાલુકાના 18 ગામના સરપંચની વિધાનસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી, નર્મદા કેનાલમાં પાણી આપવા માગ