Kheda Video : વસો પંથકમાં નરાધમે 4 બાળકી અને 1 સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી

Kheda Video : વસો પંથકમાં નરાધમે 4 બાળકી અને 1 સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી

| Edited By: | Updated on: Oct 15, 2024 | 2:03 PM

ગુજરાતમાંથી સતત દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ખેડાના વસો પંથકમાંથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. નરાધમે 4 બાળકી અને સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યુ છે.

ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાના માત્ર બણગા ફૂંકવામાં આવતા હોય તેવુ લાગી રહ્યું છે. ગુજરાતમાંથી સતત દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ખેડાના વસો પંથકમાંથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. નરાધમે 4 બાળકી અને સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યુ છે.

બાળકીઓને ચોકલેટ અને બિસ્કિટની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો પર્દાફાશ થયો છે. પીડિત બાળકી અને સગીરા 8 થી 11 વર્ષની હોવાનું સામે આવ્યુ છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર બાળકીઓ અને સગીરા સાથે છેલ્લા 1 વર્ષથી આરોપી દુષ્કર્મ આચરતો હતો. આરોપીઓએ બાળકીઓનાં વાંધાજનક વીડિયો ઉતાર્યા હોવાની આશંકા છે. પોલીસે આરોપીને ઝડપી મોબાઈલ કબજે લઇ તપાસ હાથ ધરી છે. ખેડા જિલ્લા પોલીસ, LCB, Dysp સહિતના અધિકારીઓ દ્વારા વસો પોલીસ મથકે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.