જામનગરમાં મહિલાનો શિવ સાક્ષાત્કારના ખોટા દાવાનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ, જુઓ Video

જામનગરમાં મહિલાનો શિવ સાક્ષાત્કારના ખોટા દાવાનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 04, 2026 | 6:05 PM

જામનગરમાં મમતા દવે નામની મહિલાએ શિવ સાક્ષાત્કારનો દાવો કર્યો હતો, જેમાં પોતે આગામી વડાપ્રધાન હોવાનો અને ભૂતકાળમાં જઈ ભવિષ્ય બદલી શકવાનો ઉલ્લેખ કર્યો હતો.

જામનગરમાં એક મહિલા દ્વારા શિવ સાક્ષાત્કારના કરાયેલા દાવાનો વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. મમતા દવે નામની આ મહિલાએ દાવો કર્યો હતો કે તેમને શિવજીનો સાક્ષાત્કાર થયો છે અને શિવે તેમને વરદાન આપ્યું છે કે તેઓ નરેન્દ્ર મોદી પછીના વડાપ્રધાન બનશે. વધુમાં, તેમણે ભૂતકાળમાં જઈને દેશ અને ગુજરાત રાજ્યના હિતમાં ભવિષ્યના નિર્ણયો બદલવાની ક્ષમતા પણ હોવાનો દાવો કર્યો હતો.

આ દાવાઓ સાથેના વીડિયો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા હતા. જોકે, ભારતજન વિજ્ઞાન જાથાની ટીમે જામનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મદદથી આ સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો. તપાસ બાદ મમતા દવેએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. તેમણે કબૂલાત કરી કે તેમને શિવજીનો કોઈ સાક્ષાત્કાર થયો નથી અને તેઓ ભ્રમમાં આવીને આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા હતા. મહિલાએ જણાવ્યું કે એકલવાયુ જીવન અને માનસિક તણાવને કારણે તેમણે આવા ખોટા દાવા કર્યા હતા. તેમણે પોતાની ભૂલ બદલ માફી પણ માંગી હતી.

ગોતા વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસો બાદ અમિત શાહે લીધી પરિસ્થિતિની જાણકારી

Follow Us