Botad : ગૌચર પરના દબાણ દૂર ન કરાતા માલધારી સમાજ આકરા પાણીએ, સુત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ

|

Sep 03, 2022 | 9:19 AM

15 વર્ષથી ગૌચરના દબાણો દૂર કરવાની માલધારી સમાજે રજૂઆત કરી છે.છતાં હજુ કોઈ કાર્યવાહી ન થતા માલધારી સમાજમાં રોષ ફેલાયો છે.

બોટાદના (Botad) રાણપુરમાં હાઈકોર્ટના (Gujarat Highcourt) હુકમ બાદ ગૌચરના દબાણ દૂર કરવામાં ન આવતા માલધારી સમાજમાં (Maldhari)  ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.ગૌચરની જમીનો પર ભુમાફિયાના દબાણો દૂર કરવાની માગ સાથે માલધારી સમાજે રાણપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.15 વર્ષથી ગૌચરના દબાણો દૂર કરવાની માલધારી સમાજે રજૂઆત કરી છે.છતાં હજુ કોઈ કાર્યવાહી ન થતા માલધારી સમાજમાં રોષ ફેલાયો.

હાલમાં રખડતા પશુ (Stray Cattle) માટે સરકારે બનાવેલા કાયદાને માલધારી સમાજે સમર્થન આપ્યું.સાથે એ પણ કહ્યું કે,રખડતા પશુઓના નવા કાયદાને સ્થાપિત કરવા ગૌચરની જમીનના દબાણો દૂર કરવા જરૂરી છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ હાઇકોર્ટે દબાણો દૂર કરવા બે વખત હુકમ કર્યો છતાં હજુ સુધી કાર્યવાહી થઈ નથી.

સી.આર પાટીલે માલધારી સમાજ સાથે કરી બેઠક

તો બીજી તરફ ગઈકાલે સુરતમાં માલધારી સમાજના આગેવાનોએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ(CR Paatil)સાથે બેઠક કરી હતી, જેમાં દિવાળી સુધી કોઈ તબેલા નહીં હટાવવામાં આવે તેવી બાંહેધરી આપતા સાંજ સુધીમાં આંદોલનનો(Protest)અંત આવ્યો હતો. જેમાં સુરતમાં ગેરકાયદેસર તબેલા તેમજ રોડ પર રખડતા ઢોરને પકડવાને લઇ માલધારી સમાજ દ્વારા ડભોલી ખાતે ધરણા પ્રદર્શન કરી સરકાર સામે આંદોલન માંડ્યું હતું માલધારી સમાજના આગેવાનોએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં માલધારી સમાજ વિવિધ માંગો રજૂ કરવામાં આવી હતી જેમાંથી માલધારી સમાજની મુખ્ય માંગ તબેલા નહીં હટાવવાની હતી.

જેમાં માલધારી સમાજે પહેલા પણ પાલિકાના તબેલા હટાવવા ના કામ અંગે અનેક આક્ષેપ કર્યા હતા.અને કહ્યું હતું કે માલધારી સમાજ ના જે કાયદેસર તબેલા હતા તે પણ તોડી પાડવામાં આવ્યા છે.સાથે જ એટલા વર્ષોથી તબેલા ચલાવી રહ્યા છે તો પણ પાલિકા એ વગર નોટિસે તબેલા પર બુલડોઝર ફેરવી દીધું હતુ. જો કે ભાજપ પ્રદેશ અધ્યક્ષની બાંહેધારી બાદ આ મામલો થાળે પડ્યો છે.

Published On - 9:17 am, Sat, 3 September 22

Next Video