Breaking News : વીર નર્મદ યુનિવર્સિટીનો વધુ એક છબરડો, પરીક્ષા જ ન આપનાર વિદ્યાર્થીનું પરિણામ જાહેર કર્યુ, જૂઓ Video

|

Jul 12, 2023 | 11:39 AM

વલસાડની (Valsad) લૉ કોલેજના એક વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી હોવા છતાં તેનું પરિણામ આવતા સૌ કોઈ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીએ LLB સેમ-6ની પરીક્ષા આપી જ નહોતી. છતાં તેનું પરિણામ જાહેર કરીને એક વિષયમાં માર્ક્સ અપાયા છે.

Surat : સુરત સ્થિત વીર નર્મદ યુનિવર્સિટીનો (Veer Narmad University) વધુ એક છબરડો સામે આવ્યો છે. વીર નર્મદ યુનિવર્સિટી અંતર્ગત આવતી વલસાડની (Valsad) લૉ કોલેજના એક વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી હોવા છતાં તેનું પરિણામ આવતા સૌ કોઈ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીએ LLB સેમ-6ની પરીક્ષા આપી જ નહોતી. છતાં તેનું પરિણામ જાહેર કરીને એક વિષયમાં માર્ક્સ અપાયા છે.

આ પણ વાંચો-Ahmedabad : કૌશલ્ય- ધ સ્કીલ યુનિવર્સિટી દ્વારા એપ્રેન્ટિસશિપ ડ્રાઈવ યોજાઇ, 7 કંપનીઓ દ્વારા 90 જેટલી જગ્યાઓ માટે એપ્રેંટિસ આપવામાં આવી

જોકે, કોલેજે યુનિવર્સિટીને પત્ર લખીને વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવાની સાથે તે વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ રદ કરવા જણાવ્યું છે. આ મામલે યુનિવર્સિટીમાં ફરિયાદ થતાં તપાસ હાથ ધરાઈ છે. યુનિવર્સિટીના કુલપતિએ ઘટનાને ગંભીર બેદરકારી ગણાવતા કહ્યું કે- આ પ્રકારની બેદરકારી ભવિષ્યમાં ન થાય તે માટે તપાસના આદેશ કરાયા છે અને જે જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વનું છે કે આ વર્ષે 5 લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓના પરિણામોમાં છબરડાની ફરિયાદો ઉઠી છે. તેમ છતાં ભૂલો કરનાર કંપનીઓને જ કામ સોંપાયું હતું. યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન ઉત્તરવહી ચેકિંગથી લઈને પરિણામ જાહેર કરવા સુધીના કામ પાછળ કરોડોનો ખર્ચ કરાય છે. તેમ છતાં છબરડા થઈ રહ્યા છે. આ મામલામાં જવાબદાર કોણ તે હજુ જાણી શકાયું નથી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video