Surat: પીપોદરા GIDCની એક કંપનીમાં ભીષણ આગ, 4 કિલોમીટર દૂર સુધી આગના ઘુમાડા દેખાયા

|

May 25, 2022 | 12:47 PM

પીપોદરા GIDCમાં ભીષણ આગના પગલે આસપાસના વિસ્તારમાં અફરા-તફરી મચી જવા પામી છે.

સુરતના(Surat)  પીપોદરા GIDCમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ (Fire) લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે.વેસ્ટેજના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી છે.ભીષણ આગના પગલે 4 કિલોમીટર દૂર સુધી આગના ઘુમાડા જોવા મળી રહ્યા છે. શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનુ અનુમાન છે.મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે.તેમજ જાનહાનીના પણ હાલ કોઈ સમાચાર નથી.

ગઈ કાલે બાવળા-ધોળકા રોડ પર આવેલી ગીરધારી રાઈસ મીલમાં આગ લાગતા મોટી દુર્ઘટના(Bavla Tragedy) ઘટી હતી. શેડ પડતા ત્રણ શ્રમિકોના (Labour) ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.મળતી માહિતી મુજબ લોખંડનો શેડ બનાવતા સમયે આ દુર્ઘટના સર્જાઈ. શેડ ધરાશાયી થવાના કારણે અન્ય ત્રણ શ્રમિકો ઈજાગ્રસ્ત પણ થયા છે.જેને સારવાર અર્થ બાવળાની સરકારી હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.તમને જણાવી દઈએ કે, મીલનો શેડ ધરાશાયી થતા લોખંડની ઇંગલો નીચે 7 મજુરો આવી ગયા હતાં. ઘટનાની જાણ થતા જ આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. એગલો ઉંચી કરીને તમામને બહાર કાઢવામાં આવ્યા હતાં.જો કે માથાના ભાગે ઈજા થતા 3 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

Published On - 9:54 am, Wed, 25 May 22

Next Video