કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન,5 હજારની વસ્તી ધરાવતા વિસ્તારના દબાણો હટાવાયા- Video

કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ છે. મીઠા પોર્ટ પર પોલીસ અને કંડલા પોર્ટનું મેગા ઓપરેશન હાથ ધરાયુ હતુ. ડિમોલિશનમાં 40 અધિકારીઓ અને 500 જવાનોને બંદોબસ્તમાં રખાયા હતા.

| Edited By: | Updated on: Dec 08, 2025 | 8:50 PM

કચ્છ જિલ્લામાં કંડલામાં મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન હાથ ધરાયુ હતુ. દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી આ મેગા ડિમોલિશન હાથ ધરાયુ. જેમા 0 અધિકારીઓ અને 500 જવાનોને બંદોબસ્તમાં રખાયા હતા. આ દરમિયાન 5 હજારની વસ્તી ધરાવતા વિસ્તારના દબાણો દૂર કરવામાં આવ્યા. અંદાજિત 250 કરોડની 100 એકર જમીનમાં દબાણ કરાયુ હતુ. જેને ખુલ્લી કરવામાં આવી છે. લુખ્ખાઓ અને હિસ્ટ્રીશિટર આરોપીઓના દબાણો દૂર કરાયા છે.

દબાણ ધરાશાયી કરવા 20 જેસીબી, 20 હિટાચીની મદદ લેવાઈ. 40 લોડર, 40 ડમ્પર અને 100 ટ્રેક્ટર પણ કામે લગાવાયા. દબાણો સામે કાર્યવાહીને ધ્યાનમાં રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસનું કહેવું છે કે આ વિસ્તારમાં અનેક એવા તત્વો રહેતા હતા જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. ગુનાઓ આચરતા આરોપીઓ દ્વારા આ વિસ્તારમાં દબાણ કરાયું હતું. અને તે દ્રષ્ટિએ પણ આ કાર્યવાહી અત્યંત જરૂરી હતી.

નર્મદા: સાંસદ મનસુખ વસાવાએ કર્યો વધુ એક ધડાકો, ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો કર્યો દાવો