રાજકોટ કમિશનકાંડમાં મોટી કાર્યવાહી, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી

|

Feb 28, 2022 | 11:08 PM

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા તોડકાંડ મામલે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. IPS વિકાસ સહાયની અધ્યક્ષતામાં બનેલી આ કમિટીએ તપાસના અંગે 200 પાનાનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપવામાં આવશે.

રાજકોટના (RAJKOT) બહુચર્ચિત પોલીસ કમિશનકાંડ મામલે આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનર (Commissioner of Police) મનોજ અગ્રવાલની (Manoj Agarwal)  બદલી  કરવામાં આવી છે. નોંધનીય છેકે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી (Transfer)કરવામાં આવી છે. આ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે ખાતાકીય તપાસ પણ હાથ ધરાશે. આ સિવાય PI વી.કે.ગઢવી, PSI એસ.બી.સાખરા અને હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને ફરજ મોકુફ કરાયા છે. આ સાથે જ PI વી.કે.ગઢવી, PSI એસ.બી.સાખરા અને હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ સામે પણ ખાતાકીય તપાસ હાથ ધરાશે. તમામ સામે લાંચ રુશવત વિરોધી બ્યુરોને તપાસ સોંપવામાં આવી છે. અને, તમામની અપ્રમાણસર મિલકતોની તપાસ હાથ ધરાશે.

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા તોડકાંડ મામલે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. IPS વિકાસ સહાયની અધ્યક્ષતામાં બનેલી આ કમિટીએ તપાસના અંગે 200 પાનાનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપવામાં આવશે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, તોડકાંડ મામલે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની 10 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સ્થિત પોલીસ કરઈ એકેડમી ખાતે પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં મનોજ અગ્રવાલ પર 75 લાખ રૂપિયાની કટકી માટે વિકાસ સહાય દ્વારા પૂછપરછ કરાઈ હતી.

નોંધનીય છેકે, ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ અને સ્થાનિક બિલ્ડરોએ જ રોજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપર રૂપિયા 75 લાખની કટકી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે ગોવિદ પટેલે રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી હતી. જે બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તપાસ કમિટી રચીને તપાસ હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો : કોરોના ગાઇડલાઇન્સના નિયમોમાં વધુ છૂટછાટની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી

આ પણ વાંચો : Jamnagar : નાગરિક સંરક્ષણની કચેરી સ્ટાફના અભાવે શોભાના ગાંઠીયા સમાન

 

Next Video