Breaking News : જાહેર માર્ગ પર બેફામ સ્ટંટ, મહુવા પોલીસે ત્રણ ઇસમો સામે કાર્યવાહી કરી, જુઓ Video
ભાવનગરના મહુવામાં જાહેર માર્ગ પર રાત્રે એક્ટિવા પર ચાર સવારીમાં જોખમી સ્ટંટ કરતા ત્રણ યુવકોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ બેફામ કૃત્યનો વિડીયો વાયરલ થયા બાદ લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં જાહેર માર્ગ પર બેફામ સ્ટંટ કરતા ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. રાત્રિના સમયે એક્ટિવા પર ચાર સવારીમાં ભોરપાટ ઝડપે વાહન ચલાવી યુવાનો જોખમી સ્ટંટ કરી રહ્યા હતા. આ ઘટનાના દ્રશ્યોનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં યુવાનો બેફામ રીતે સ્ટંટ કરતા સ્પષ્ટપણે જોવા મળ્યા હતા.
આ બેજવાબદાર કૃત્યને કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય અને ફફડાટ ફેલાયો હતો. જાહેર માર્ગ પર વાહનચાલકોની સલામતી જોખમાય તેવા આ કૃત્ય બાદ મહુવા ટાઉન પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે વાયરલ વિડીયોના આધારે ગુનો નોંધીને સ્ટંટ કરનારા ત્રણ ઇસમોની ધરપકડ કરી હતી. વધુમાં, સ્ટંટમાં ઉપયોગમાં લેવાયેલ એક્ટિવા વાહન પણ પોલીસે કબજે કર્યું છે. જાહેર માર્ગ પર આ પ્રકારે બેફામ ડ્રાઇવિંગ અને સ્ટંટ કરવા એ ટ્રાફિક નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને તે રોડ સલામતી માટે ગંભીર ખતરો ઊભો કરે છે. પોલીસે આવા કૃત્ય સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
અમદાવાદ સહિત ગુજરાતના શહેરોમાં ભારત ટેક્સી કેમ શરૂ કરવામાં આવી? જાણો પાંચ મુખ્ય કારણ
