સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા લુણાવાડા વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ- Video

મહિસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા તાલુકાની માગ તેજ બની છે. લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવા 37 ગામો મેદાને આવ્યા છે. આ ગામોના આગેવાનોએ બેઠક કરી વરધરીને તાલુકો બનાવવાની માગ કરી રહ્યા છે. હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. હાલ અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં સત્તાધિશોની ટર્મ પુરી થતા શાસનની ધુરા વહીવટદાર […]

| Edited By: | Updated on: Mar 17, 2026 | 7:30 PM

મહિસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા તાલુકાની માગ તેજ બની છે. લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવા 37 ગામો મેદાને આવ્યા છે. આ ગામોના આગેવાનોએ બેઠક કરી વરધરીને તાલુકો બનાવવાની માગ કરી રહ્યા છે.

હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. હાલ અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં સત્તાધિશોની ટર્મ પુરી થતા શાસનની ધુરા વહીવટદાર સંભાળી રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા મહિસાગરમાં નવા તાલુકાની માગ તેજ થઈ છે. લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ સાથે 37 ગ્રામપંચાયતના આગેવાનો મેદાને આવ્યા છે. બેઠકમાં તમામ રાજકીય પક્ષો અને આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. કોઠંબા અને ગોધર બાદ હવે વરધરીને તાલુકાનો દરજ્જો આપવાનો સૂર ઉઠ્યો છે. લોકોને નાના કામ માટે પણ 20 કિમી દૂર લુણાલાડા સુધી લાંબા થવુ પડતુ હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

આ મામલે અગાઉ મુખ્યમંત્રી સુધી અનેકવાર લેખિત રજૂઆતો કરી છતાં હજુ સુધી વરધરીને તાલુકો જાહેર કરાયો નથી તેવો દાવો સ્થાનિકોએ કર્યો છે. હાલમાં જ સરકારે કોઠંબા અને ગોધરને નવા તાલુકા ફાળવ્યા છે, જેને પગલે વરધરી વિસ્તારના લોકોમાં પણ આશા અને આક્રોશ બંને જોવા મળી રહ્યો છે. ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ચૂંટણી પહેલા તાલુકો જાહેર કરવામાં નહીં આવે, તો તેની સીધી અસર મતદાન અને રાજકીય સમીકરણો પર પડી શકે છે.

ભારત અને ઈરાનનો માત્ર તેલ કે વેપારનો નહીં, બે પ્રાચીન સભ્યતાઓનો અતૂટ અને હજારો વર્ષ જુનો સંબંધ

Follow Us