મહીસાગર : વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવાને ઝેરી દવા ગટગટાવી, બે વ્યાજખોરો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
મહીસાગરના લુણાવાડામાં ભાતિયારા વસિમ નામના યુવકે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી જીવન ટૂંકાવવા દવા પીધી હોવાની વિગત મળી છે. વ્યાજખોર હિતેશ જોષી અને કમલેશ તેલી વિરૂદ્ધ લુણાવાડા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહીસાગરના લુણાવાડામાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવાને ઝેરી દવા ગટગટાવી હોવાની ઘટના સામે આવી છે. લુણાવાડામાં રહેતા ભાતિયારા વસિમે દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવક હાલ લુણાવાડાની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. બે વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, ભાતિયારા વસિમ નામના યુવકે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી જીવન ટૂંકાવવા દવા પીધી હોવાની વિગત મળી છે. વ્યાજખોર હિતેશ જોષી અને કમલેશ તેલી વિરૂદ્ધ લુણાવાડા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો Rajkot Video : ડોકટરે નોકરીની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ, આરોપી પોલીસ સકંજામાં