Mahisagar Video: બેંક મેનેજર લૂંટ વિથ હત્યાના કેસમાં પોલીસે આરોપી હર્ષિલ પટેલને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું
મહિસાગરના બાલાસિનોરના ICICI બેંકના મેનેજર વિશાલ પાટીલની રૂપિયાની લાલચમાં તેના જ મિત્રએ હત્યા કરી હતી. તો સમગ્ર ઘટનાને હર્ષિલે અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસની તપાસમાં એક પછી એક હત્યારા હર્ષિલના રાઝ ખુલ્લા પડી ગયા છે.
Mahisagar : મહીસાગરમાં બેંક મેનેજર (Bank Manager) સાથે થયેલ લૂંટ અને હત્યા કેસમાં પોલીસે ઘટનાસ્થળનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે આરોપી હર્ષિલ પટેલને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કર્યુ. કેવી રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો તે માટે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રૂપિયાની લાલચમાં બેંક મેનેજરની હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો Mahisagar News : TDOની જાણ બહાર લેટર પેડનો ઉપયોગ કરનાર આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર, જુઓ Video
સમગ્ર ઘટનાની વાત કરીએ તો મહિસાગરના બાલાસિનોરના ICICI બેંકના મેનેજર વિશાલ પાટીલની રૂપિયાની લાલચમાં તેના જ મિત્રએ હત્યા કરી હતી. તો સમગ્ર ઘટનાને હર્ષિલે અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસની તપાસમાં એક પછી એક હત્યારા હર્ષિલના રાઝ ખુલ્લા પડી ગયા છે.
