Mahisagar: લુણાવાડામાં યુરિયાની અછત, સહકારી ખરીદ વેચાણ સંઘમાં કતાર બાદ પણ નથી મળતું ખાતર, જુઓ Video
લુણાવાડામાં યુરિયાની અછત

Mahisagar: લુણાવાડામાં યુરિયાની અછત, સહકારી ખરીદ વેચાણ સંઘમાં કતાર બાદ પણ નથી મળતું ખાતર, જુઓ Video

| Edited By: | Updated on: Aug 18, 2023 | 8:04 PM

લુણાવાડામાં સવારના પાંચ વાગ્યાથી ખેડૂતોએ કતાર લગાવીને સહકારી ખરીદ વેચાણ સંઘ સમક્ષ ઉભા રહ્યા બાદ પણ ખેડૂતોને મળી શક્યુ નહોતુ. ખાતરની અછત સર્જાવાને લઈ લાંબી કતાર બાદ પણ ખાતર મળ્યુ નહોતુ.

 

ખરીફ પાકમાં ચાલુ વર્ષે વાવેતર સારા પ્રમાણમાં થયુ છે. બીજી તરફ વરસાદ પણ મહિસાગર જિલ્લામાં પ્રમાણમાં ઓછો વરસ્યો છે. આવી સ્થિતિમાં મહિસાગર જિલ્લામાં ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ દરમિયાન હવે યુરિયા ખાતરને લઈ સમસ્યા વેઠી રહ્યા છે. મહિસાગર જિલ્લામાં ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વહેલી સવારથી કતારો લગાવી ખાતર મેળવવા માટે રાહ જોવી પડે છે. આમ છતાંય ખાતરતો જલદી નસીબ થતુ જ નથી. આ પ્રકારની સ્થિતિ 15 દિવસથી વર્તાઈ રહી છે.

લુણાવાડામાં સવારના પાંચ વાગ્યાથી ખેડૂતોએ કતાર લગાવીને સહકારી ખરીદ વેચાણ સંઘ સમક્ષ ઉભા રહ્યા બાદ પણ ખેડૂતોને મળી શક્યુ નહોતુ. ખાતરની અછત સર્જાવાને લઈ લાંબી કતાર બાદ પણ ખાતર મળ્યુ નહોતુ. જેને લઈ ખેડૂતો પરેશાન થયા હતા. ખેડૂતોએ હવે ઉભા પાકમાં નુક્શાન વેઠવાની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ યુરિયા ખાતરની સાથે નેનો યુરિયા પણ લેવા માટે વિક્રેતાઓ ફરજ પાડી રહ્યાનો પણ રોષ વ્યાપી રહ્યો છે.

 

આ પણ વાંચોઃ Sabarkantha: ભરતી કૌંભાડમાં સંડોવાયેલા 11 કર્મચારીઓ પર UGVCL દ્વારા કાર્યવાહી, સસ્પેન્ડ કરવાનો કરાયો આદેશ

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 18, 2023 07:57 PM