મહીસાગર : બાકોર પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મચારીએ જ કરી દારૂ અને પંખાની ચોરી
દારૂ અને 15 પંખા સહિત કુલ 1.97 લાખના મુદ્દામાલની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે કર્મચારીઓ સામે ચોરીની ફરિયાદ નોંધી તમામની અટકાયત કરી છે. ચોરીને અંજામ આપનાર આ 5 પોલીસકર્મીઓની સાથે એક અન્ય વ્યક્તિ પણ સામેલ હતો તે હાલ ફરાર છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મહીસાગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહીસાગરના બાકોર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ પ્રોહિબિશન હેઠળ પકડેલા દારૂની ચોરીને અંજામ આપ્યો છે. બાકોર પોલીસ સ્ટેશનમાંથી જ દારૂ અને પંખાની ચોરી કરી છે. પોલીસ કર્મચારી, હોમગાર્ડ અને GRD જવાનોએ ભેગા મળી ચોરીને અંજામ આપ્યો છે.
આ પણ વાંચો મહીસાગર: કડાણાના ગોધર ગામે મકાનમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં